યુવતી અને કિશોરી ઉપર ચાકૂ વડે હુમલો, યુવતીનું મોત, હુમલાખોરનો આત્મહત્યાનો પ્રયાસ
ભરૂચના ત્રાલસા અને કોઠી ગામે એક પરપ્રાંતીય યુવકે એક યુવતી અને એક 13 વર્ષની બાળકી ઉપર ચાકુથી હુમલો કર્યો હતો...
ભરૂચના ત્રાલસા અને કોઠી ગામે એક પરપ્રાંતીય યુવકે એક યુવતી અને એક 13 વર્ષની બાળકી ઉપર ચાકુથી હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ યુવકે પોતાના ગળા પર પણ બ્લેડ વડે ઘા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાતની બહારથી રોજગાર માટે આવેલા એક યુવકે ભરુચના ત્રાલસા ગામમાં એક યુવતી ઉપર ચાકૂ વડે હુમલો કર્યો હતો. અહીં હુમલો કર્યા બાદ તે બીજા ગામમાં ભાગી ગયો હતો. જ્યાં તેણે અન્ય એક 13 વર્ષની કિશોરી પર પણ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને મારવાનું ચાલુ કરી દીધુ હતુ. લોકોન મારથી બચવા માટે તેણે પોતાના ગળા પર જ ચાકૂ મારી દીધુ હતુ.
યુવકને સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ જાપ્તા હેઠળ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે જ્યારે યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ અને કિશોરીની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં હતી. ભરૂચ તાલુકા પોલીસે ખૂનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
