ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

વિજય રૂપાણીને રાખડી બાંધવા ઉમટી પડી દરેક ઉંમરની મહિલાઓ

વિજય રૂપાણીને રાખડી બાંધવા ઉમટી પડી દરેક ઉંમરની મહિલાઓ

નવા મુખ્યમંત્રી બનેલા તેવા વિજય રૂપાણીએ રક્ષાબંધન પર્વ નિમિતે અનેક બહેનો જોડે રાખડી બંધાવી હતી. અલગ અલગ ઉંમરની અને અલગ અલગ વયની મહિલાઓ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને હસી ખુશી રાખડી બાંધી તેમની લાંબી આયુની મનોકામના કરી.

અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફિસમાં થઇ તોડફોડ

અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફિસમાં થઇ તોડફોડ

નવરંગપુરા ખાતે હાલમાં ચાલુ કરવામાં આવેલી આમ આદમી પાર્ટીની રાજ્યકક્ષાની કચેરી પણ કેટલાક વિરોધી તત્વોએ હુમલો કરીને ઓફિસનો સામાન તોડી દીધો હતો. જો કે આપે આ ધટના બાદ ભાજપને આ માટે જવાબદાર ગણાવ્યું હતું.

નર્મદા ડેમ પર પ્રવાસીઓનું ધોડોપુર

નર્મદા ડેમ પર પ્રવાસીઓનું ધોડોપુર

નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે ત્યારથી અહીં મોટી સંખ્યામાં દર્શકો ઉમટી રહ્યા છે. ત્યારે ત્રણ દિવસની રજાઓ હોવાથી મોટી સંખ્યામાં દર્શકોઓ ઉમટી પડ્યા હતા. અને પ્રવાસીઓનો આંકડો 90 હજાર સુધી પહોંચી ગયો હતો.

પ્રમુખ સ્વામીની અંત્યેષ્ટિની જગ્યાએ બનશે સ્મૃતિમંદિર

પ્રમુખ સ્વામીની અંત્યેષ્ટિની જગ્યાએ બનશે સ્મૃતિમંદિર

પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની બુધવારે વૈદિક વિધાન મુજબ અંત્યેષ્ઠિ કરવામાં આવી હતી. હવે સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ તે સ્થળે સ્વામીજી મહારાજની યાદમાં એક સ્મૃતિ મંદિર બનાવવામાં આવશે. અને ત્યાં સ્વાજીના અંશોને રાખવામાં આવશે. જેથી હરિભક્તો સદેવ મહારાજજી બાપાના આશીર્વાદ લઇ શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X