For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

રમણલાલ વોરાની સર્વાનુમતે અધ્યક્ષ પદે થઇ વરણી

રમણલાલ વોરાની સર્વાનુમતે અધ્યક્ષ પદે થઇ વરણી

ગુજરાત વિધાનસભાનું ટૂકું ચોમાસુ સત્ર સોમવારથી બે દિવસ માટે શરૂ થયું છે. ગુજરાત વિધાનસભાના સત્રના આરંભે રમણલાલ વોરાની અધ્યપદે વરણી કરવામાં આવી હતી. તો શંભુજી ઠાકોરની ઉપાધ્ય પદે વરણી કરવામાં આવી હતી. રણલાલ વોરાએ પ્રથમ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

પ્રમુખસ્વામીના શોકમાં ગૃહનું કામકાજ રખાયું બંધ

પ્રમુખસ્વામીના શોકમાં ગૃહનું કામકાજ રખાયું બંધ

આજે ચોમાસુ સત્રની શરૂઆત સાથે જ ગૃહમાં પૂજ્ય પ્રમખુ સ્વામી મહારાજને શ્રદ્વાંજલિ આપવા માટે ગૃહની કાર્યવાહી બંધ રાખવામાં આવી હતી. વિપક્ષના નેતા શંકરસિંહની માંગ હતી કે પ્રમુખસ્વામીના શોકમાં ગૃહ આજે મુલતવી રાખવું, તે રાજ્ય સરકારે સ્વીકારી હતી. આવતી કાલે વિધાનસભામાં જીએસટી સહિતના બિલ પસાર કરવામાં આવશે.

યુવતીએ સરકારી નોકરી માટે રજૂ કર્યા બોગસ સર્ટિફિકેટ, ભાંડો ફૂટ્યો

યુવતીએ સરકારી નોકરી માટે રજૂ કર્યા બોગસ સર્ટિફિકેટ, ભાંડો ફૂટ્યો

દક્ષિણ ગુજરાતમાં નવસારી જીલ્લા આરોગ્ય વિભાગમાં છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જ આરોગ્ય અધિકારીથી કામ ચાલતુ હતું, આ તકનો લાભ તાપી જીલ્લાના વ્યારામાં મીશનનાકામાં રહેતી હેતલ ખાનસીંગભાઈ ચૌધરીએ ક્લાસ-૧ અધિકારી બનવા માટે બોગસ સર્ટિફિકેટ બનાવ્યા હતા. આ સર્ટિફિક્ટને આધારે હેતલ નામની યુવતી ગાંધીનગરથી આરોગ્ય અધિકારી બનવા માટેનો નિમણૂક પત્ર લઇને હાજર થઈ ગઈ હતી.

ખોટા ઓર્ડર લઇને હાજર થયેલી યુવતીની પોલ ખુલી

ખોટા ઓર્ડર લઇને હાજર થયેલી યુવતીની પોલ ખુલી

જોકે ઓર્ડરને ધ્યાનથી જોતા તેની ઉપર જાવક નંબર નહોતો, અને અધિકારીની સહી પણ યોગ્ય રીતે નહોતી થઈ, તેથી ઇન્ચાર્જ અધિકારી ડોક્ટર પ્રેમ કન્નરને શંકા ગઈ હતી અને તેમણે આ અંગે મુખ્ય કચેરીમાં તપાસ કરાવી હતી. ત્યારે જાણવા મળ્યુ હતું કે આવા કોઈ ઓર્ડર અપાયા જ નથી. ત્યાર બાદ આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. સરાકરી નોકરી મેળવવા માટે લોકો યેનકેન પ્રકારે બોગ્સ સર્ટિફિકેટ ઉભા કરી દેતા હોય છે ત્યારે આવા સર્ટિફિકેટ લોકો પાસે આવે છે ક્યાંથી તે અંગે પોલિસે યોગ્ય તપાસ કરવી જોઇએ.

દુષ્કર્મ કરી બનાવ્યો વીડિયો, અને તે વીડિયોને આધારે ફરી કર્યું દુષ્કર્મ

દુષ્કર્મ કરી બનાવ્યો વીડિયો, અને તે વીડિયોને આધારે ફરી કર્યું દુષ્કર્મ

અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે સગીર બહેનો પર દુષ્કર્મના ગુનામાં પોલીસે આરોપી ઇમામ ઉલ ઉર્ફે પપ્પુની ધરપકડ કરી છે. ઇમામ ઉલ ઉર્ફે પપ્પુ નામનો આરોપી ખમાસા ચાર રસ્તા વિસ્તાર પાસે સહારા લેડીઝ ગારમેન્ટ નામનું કારખાનું ધરાવે છે જ્યાં ફરીયાદી મહિલા કામ કરતી હતી અને કામના સમયે આ બંન્ને સગીરાઓ સાથે તેને આ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું મહિલાએ જણાવ્યુ હતું. વધુમાં તેણે મહિલાના વીડિયો તેમજ ફોટા લઇ તેને વાયરલ કરવાની ધમકી આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તેવી માહિતી પણ સગીરાઓએ પોલીસને આપી હતી.

અઢી મહિનાથી ગુમ મહંતની લાશ અનાજના પીપમાંથી મળી

અઢી મહિનાથી ગુમ મહંતની લાશ અનાજના પીપમાંથી મળી

વેરાવળ તાલુકામાં આવેલા કોડીદ્રા ગામે આવેલ સુખનાથ મહાદેવ મંદિરનાં મહંતની હત્યા થયા બાદ તેમની લાશ મંદિરના અનાજ ભરવાના પીપડામાંથી મળી આવતા ચકચારમચી ગઈ હતી. આ મહંત ઉમિયા શંકરગીરી બે અઢી મહિનાથી ગુમ હતા. મે મહિનાથી મહંત ગુમ થયા બાદ ગામના સરપંચ દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. દરમિયાન શનિવારે મંદિરની સાફસફાઈ કરતા અનાજ ભરવાના બેરલમાંથી દુર્ગંધ આવતાં મહંતની કોહવાયેલી લાશ મળી હતી. જેમાં પોલીસે ઘટના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી હતી.

English summary
august 22 top local news gujarat bullet news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X