ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમદાવાદમાં ઇમારત પડી, કોઇ જાનહાની નહીં

અમદાવાદમાં ઇમારત પડી, કોઇ જાનહાની નહીં

અમદાવાદના બાપુનગર પાસે ઇન્ડિયા કોલની પર આવેલી ઓમકાર ચેમ્બરનો અમુક ભાગ મળસ્કે 4 વાગે પડી જતા લોકો સફળા જાગ્યા હતા. અહીં હિરાનું કામ કાજ ચાલે છે. પણ આ ધટનામાં કોઇ જાનહાની નથી થઇ.

પાટીદાર નેતાઓને જય પાટીદાર બોલતા અટકાવાયા

પાટીદાર નેતાઓને જય પાટીદાર બોલતા અટકાવાયા

મંગળવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સણોસરા ખાતે સૌની યોજનાનું લોકાર્પણ કર્યું ત્યારે અમુક પાટીદાર નેતાઓને સભામાં પહોંચી જઇને "જય પાટીદાર"ના નારા લગાવ્યા હતા. જો કે તે બાદ તરત જ તેમની અટક કરવામાં આવી હતી. અને તે વધુ નારા ના લગાવી શકે તે માટે આ રીતે મોઢા પર હાથ મૂકી પોલિસે બહાર નીકાળ્યા હતા. જે વાતનો પાટીદાર નેતાઓએ ભારે રોષ વ્યક્ત કર્યો છે.

મોદીની સમય સૂચકાએ 22ને બચાવ્યા

મોદીની સમય સૂચકાએ 22ને બચાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે જ્યારે સૌની યોજનાનું લોકાર્પણ કરી રહ્યા હતા. ત્યારે ડેમ માથી પાણી છોડતા ત્યાં ઊભેલા દૂરદર્શનના માણસો સમક્ષ પાણીનો ધસમસતો પ્રવાહ આવી પહોંચ્યો હતો. પણ નરેન્દ્ર મોદીનું ધ્યાન આ વાત પર પડતા તેમણે તરત જ આ લોકોને હટાવતા લગભગ 22 જેટલા લોકોના પ્રાણ બચી ગયા હતા. નોંધનીય છે કે આ લોકોને કહેવામાં આવ્યું હતું કે ડેમનું પાણી અહીં નહીં આવે.

વરસાદ અને હવે બિમારીઓની મૌસમ શરૂ

વરસાદ અને હવે બિમારીઓની મૌસમ શરૂ

નોંધનીય છે કે ગુજરાતભરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે પાણીજન્ય રોગોના કેસ ગુજરાતભરમાં વધી ગયા છે. વધુમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા મેલેરિયા, ડેન્ગ્યૂ જેવા કેસમાં પણ વધારો નોંધાયો છે.

શંકરસિંહનું મેણું: કુછ દિન તો બીતાવો ગુજરાત મેં

શંકરસિંહનું મેણું: કુછ દિન તો બીતાવો ગુજરાત મેં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સૌની યોજનાનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હતા. તે પર પોતાનો વિરોધ દર્શાવતા કોંગ્રેસ નેતા શંકરસિંહ વાધેલાએ મેણું મારતા મોદીને કહ્યું હતું કે કુછ દિન તો બિતાવો ગુજરાત મેં... વધુમાં વાધેલાએ કહ્યું હતું કે મોદી સૌરાષ્ટ્રના લોકોને છેતરવાનું કામ કરી રહ્યા છે. આ રાજકીય આગમન દ્વારા તે ધીસીપાટાયેલી જૂની વાતો કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X