છાપીમાં નકલી ઠંડા પીણા બનાવનાર બે વેપારીઓના ત્યાં દરોડા

Subscribe to Oneindia News

બનાસકાંઠા જિલ્લાના છાપી ગામે સીઆઇડી ક્રાઇમને મળેલી બાતમીને આધારે બે વેપારીઓના દરોડા પાડ્યા હતા. ઠંડા પીણાની ડુપ્લીકેટ પ્રોડક્ટ જપ્ત કરવામાં આવી હતી. બંને વેપારીઓ ઠંડા પીણાની ડુપ્લીકેટ પ્રોડક્ટ બનાવી વેચતા હતા. રજિસ્ટર ટ્રેડમાર્ક ધરાવતા વેપારીઓ સામે કોપીરાઇટ કાયદાનો ભંગ મુજબ ફરિયાદ નોંધી તેમની ધરપકડ કરી વધું તપાસ હાથ ધરી છે.

ice

સીઆઇડી ક્રાઇમની ટીમે છાપી ખાતે દરોડો પાડી ડુપ્લીકેટ ઠંડા પીણાનો જથ્થો સહીત 4.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ બ્રાન્ડેડ ટ્રેડમાર્કની નકલથી ઉત્પાદન અને વેચાણ કરવાના ગુના બદલ નકલી ઠંડાપીણાં બનાવનારા બે વેપારરીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથધરી છે.

English summary
Banaskantha: CBI raids at Duplicate cold drink seller. 2 people arrested by CID
Please Wait while comments are loading...