For Quick Alerts
For Daily Alerts
બનાસકાંઠામાં મિશન 'ગ્રીન ધાનેરા' અંતર્ગત વૃક્ષ પરબની શરૂઆત
વિશ્વભરમાં વૃક્ષો કપાવવાના કારણે ગ્લોબલ વોર્મિંગ અને ઋતુ ચક્રમાં ફેરફાર થઇ રહ્યાં છે. બનાસકાંઠાના ધાનેરામાં નિવૃત ફોરેસ્ટ અધિકારી ગોવિંદભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ધાનેરાની સેવાભાવી સંસ્થા એજીવ ફંડ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 3500 જેટલા અને 30 પ્રકારના ઔષધીય તેમજ દેશી વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતુ. મિશન ગ્રીન ધાનેરા અંતર્ગત આ વૃક્ષૌોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સાથે સાથે જંતુ તેમજ કીટ નાશક દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ.

બનાસકાંઠા : ધાનેરા તાલુકામાં અનોખી વૃક્ષ પરબની શરૂઆત; મિશન ગ્રીન ધાનેરા
આ વૃક્ષ વિતરણમાં પ્રકૃતિ પ્રેમિ લોકો અને બાળકો જોડાયા હતા, અને વૃક્ષોનો ઉછેર ખુબ અગત્યનો છે તેવો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં પોતાના મનગમતા વૃક્ષો લેવા માટે ધાનેરા નગર તેમજ દુરના ગામડાના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. આ લોકોએ પ્રકૃતિ પ્રેમીઓ સાથે મળી ધાનેરાને હરીયાળું બનાવવાનો સંકલ્પ લીધો હતો.
Comments
English summary
Banaskantha: Commencement of Tree Festival under Mission 'Green Dhanera' in Dhanera Taluka
Story first published: Sunday, July 11, 2021, 23:40 [IST]