દાંતીવાડા ડેમ ઓવરફ્લો, બનાસકાંઠામાં 5000 લોકોનું સ્થળાંતર

Posted By:
Subscribe to Oneindia News

બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાતા નંત્ર દ્વારા આર્મી અને એરફોર્સને બોલવવામાં આવ્યું છે. એટલું જ નહીં 5000 વધુ લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દાંતીવાડામાં 14 ઇંચ જેટલા વરસાદ થયો છે તો પાલનપુરમાં 10થી વધુ વરસાદ નોંધવામાાં આવ્યો છે. ધાનેરામાં પણ 8 ઇંચ વધુ વરસાદ પડ્યો છે. અને દાંતીવાડા ડેમ ઓવરફ્લો થયો છે. અહીં સવારે એનડીઆરએફની બે ટીમોને બોલવવામાં આવી હતી અને નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જો કે બનાસકાંઠાના ડેમ ઓવરફ્લો થતા હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. વધુમાં આર્મીની બે ટુકડીઓ, બીએસએફની એક 1 ટુકડીને પણ એનડીઆરએફની બે ટુકડી સાથે બચાવ કામગિરીમાં લગાવવામાં આવી છે.

બનાસકાંઠા

બનાસકાંઠા

ઉલ્લેખનીય છે કે સ્થિતિ બગડતા ગુજરાતના આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ પણ બનાસકાંઠાના ગામોની હેલિકોપ્ટર દ્વારા મુલાકાત લઇને તંત્રની કામગીરી તપાસી હતી. ગુજરાતની પૂરની સ્થિતિ ઊભી થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સીએમ વિજય રૂપાણી સાથે સંપર્ક સાંધી સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

 દાંતીવાડા ડેમ

દાંતીવાડા ડેમ

બનાસકાંઠામાં ભારે વરસાદના પગલે દાંતીવાડા ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. અને હાલ તેના પાણીનું લેવલ ભયજનક સપાટી પર છે. વધુમાં ડેમ ઓવરફ્લો થતા ડેમના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે. અને સિપુ ડેમના દરવાજાને પણ ખોલવામાં આવ્યા છે. સાથે જ ડેમની આસપાસના રહેણાંક વિસ્તારોને ખાલી કરવામાં આવ્યા છે.

ડીસા

ડીસા

ઉલ્લેખનીય છે કે વરસાદ બાદ દાંતા સિવાય ડીસા અને તેની આસપાસના ગામોની સ્થિતિ સૌથી ખરાબ છે. ડીસા તાલુકાના ડાવસમાં એનડીઆરએફની ટીમે 10 લોકોને બચાવ્યા હતા. તો ડીસાનું એસેડા તળાવ પણ ઓવરફ્લો થયું છે. ડીસામાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને જનજીવન અસ્ત વ્યવસ્થ થઇ ગયું છે.

ગત વર્ષે

ગત વર્ષે

નોંધનીય છે કે ગત વર્ષે પણ બનાસકાંઠામાં વરસાદના કારણે એરફોર્સને બોલાવીને લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો. અને વરસાદ બાદ પાણી ઉતરતા જાન-માલનું પણ મોટું નુક્શાન સામે આવ્યું હતું. અનેક જગ્યાએ વરસાદના પાણીને રેલ્વે ટ્રેક અને રસ્તાઓને ધોઇ નાંખ્યા હતા. અને આ વર્ષે પણ તેવી જ સ્થિતિ ઊભી થઇ છે.

English summary
Banaskantha rain : Due to heavy rain government called Indian Air Force to rescue people.
Please Wait while comments are loading...