અરવલ્લી એકપ્રેસ ટ્રેન દુષ્કર્મ કેસઃ આ રીતે ઝડપાયો આરોપી!

Subscribe to Oneindia News

બાંદ્રા-જયપુર અરવલ્લી એકપ્રેસ ટ્રેનમાં સીટ આપવાના બહાને એક મહિલા પર દુષ્કર્મ ગુજાર્યાની ઘટનામાં પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. બાંદ્રા-જયપુર ટ્રેનની પેન્ટ્રી કારના એક વેઈટરે એક મહિલા મુસાફર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ હતી. મુંબઈથી જયપુર જતી મહિલાને સુરત રેલવે સ્ટેશન​ નજીક​ વેઈટરે સીટ અપાવવાના બહાને પેન્ટ્રી કારમાં બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાએ જયપુર પહોંચી આ અંગે ફરિયાદ નોંધાવી હતી, ઘટનાસ્થળને ધ્યાનમાં રાખતાં ઝીરો નંબરથી ફરિયાદ સુરત ટ્રાન્સફર કરવામાં આવી હતી. રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.

train

સુરત રેલવે પોલીસે આઈપીસીની 376 મુજબની ફરિયાદ ​નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આરોપી ટ્રેનમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતો હતો. પોલીસે અરવલ્લી ટ્રેનમાં કોનો કોન્ટ્રાક્ટ ચાલે છે, એની તપાસ કરતાં સામે આવ્યું હતું કે, દિલ્હીના અગ્રવાલ નામના વ્યક્તિનો કોન્ટ્રાક્ટ ચાલે છે. આ કડી થકી પોલીસ આરોપી સુધી પહોંચી હતી. પોલીસે કોન્ટ્રાક્ટરની તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે, અઝહર ખાન રહેમાન ટ્રેનમાં 24 કલાક કામ કરે છે અને અરવલ્લી ટ્રેનમાં જ છે. આથી પોલીસે વોચ ગોઠવી હતી અને વડોદરા રેલવે સ્ટેશન પર જેવી ટ્રેન જેવી ઉભી રહી કે તરત પોલીસે અઝહર ખાન રહેમાનને પકડી પાડ્યો હતો. બાદમાં તેને ટ્રેન મારફતે સુરત રેલવે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ગત નવમી જૂનના રોજ મુંબઈના બાન્દ્રામાં નર્સિંગ સાથે સંકળાયેલી મહિલા તેની બહેનપણી સાથે મુંબઈથી જયપુર જવા નીકળ્યા હતા. બાંદ્રા-જયપુર અરવલ્લી એકપ્રેસ ટ્રેન નંબર 19707માં નીકળેલી મહિલાની ટીકિટ કન્ફર્મ ન થતા તે સીટ મેળવવા પ્રયાસો કરી રહી હતી. આ દરમિયાન પેન્ટ્રી કારમાં વેઈટર તરીકે કામ કરતાં અઝહરે તેનો સંપર્ક સાધ્યો હતો. મહિલાને સીટ અપાવી દેવાની વાત કરી, તેણે મહિલાને જણાવ્યું હતું કે, ટીસી સાથે ટીકિટના મુદ્દે વાત થઈ ગઈ છે, સીટ મળી જશે. વેઈટરની મહિલા પર દાનત બગડતાં મહિલાને પેન્ટ્રી કારમાં બોલાવી મહિલાને હવસનો શિકાર બનાવી હતી. દુષ્કર્મ ગુજાર્યા બાદ તેણે મહિલાને જો તે આ વાત બહાર પાડે તો મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ કારણે મહિલા ડરને ચુપ બેસી રહી હતી, જો કે, જયપુર સ્ટેશન પહોંચતાની સાથે જ તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

English summary
Waiter rapped a lady passenger in the pantry room of the Bandra-Jaipur Aravali express train. Accused arrested.
Please Wait while comments are loading...