પ્રેમમાં પાગલ પ્રેમિકાએ પ્રેમીના ઘરના દરવાજા પાસે કરી આત્મહત્યા

Subscribe to Oneindia News

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક તેવી ઘટના બની છે જેની જોઇને આસપાસના તમામ લોકો આશ્ચર્યચક્તિ થઇ ગયા. ઘટના મુજબ વેલેન્ટાઇન ડેના પહેલા જ પ્રેમિકાએ પ્રેમીના ઘરની બહાર સળગી આત્મહત્યા કરી લીધી છે. દુખની વાતતો એ છે કે યુવતી સગીર હતી. માત્ર 19 વર્ષની કુમળી વયે યુવતીએ આવું હચમચાવી દેનારું પગલું ભર્યું છે. ધોરણ ૧૦ માં ભણતા પ્રેમીએ બોલવાનું બંધ કરી દેતા પ્રેમિકાએ આ આત્મહત્યા કરી છે. યુવતીએ કિશોરની ફ્લેટની બહાર પોતાના શરીર પર જ્વલંત પદાર્થ નાખી આત્મવિલોપન કર્યું છે.

suicide ahmedabad


ઘાટલોડિયાના રોડ પર પ્રતીક્ષા એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરની સામે આવેલ એપાર્ટમેન્ટમાં રહેતી યુવતી જોડે પ્રેમ હતો. પ્રાપ્ત માહિતી મુજબ સગીર ધોરણ ૧૦ માં અભ્યાસ કરતો હતો 15 દિવસ પહેલા કિશોરે યુવતી સાથે બોલવાનું બંધ કરી દેતા યુવતીએ કિશોરને ધમકી આપી હતી કે જો તું મારી સાથે બોલવાનું ચાલુ નહીં કરે તો હું તારા ફ્લેટના ધાબા પરથી પડતુ મૂકીને આત્મહત્યા કરી લઇશ.


જોકે કિશોરે યુવતીની ધમકીને હળવાસથી લીધી અને યુવતીએ કિશોરના ઘરની બહાર જ્વલંત પદાર્થ નાખી દીવાસળી ચાંપી આત્મવિલોપન કરી લીધું હતું. યુવતીએ બુમાબુમ કરતા સ્થાનિક રહીશો ભેગા થઇ ગયા હતા અને આગ બૂઝાવી પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાર સુધીમાં તેની મોત થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતા ઘાટલોડિયા પોલીસ આવી પહોંચી હતી અને આત્મહત્યા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે યુવતીના પરિવારના સભ્યોને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

English summary
Before Valentine day Ahmedabad teenage girl burnt herself in front of lover house. Read here more.
Please Wait while comments are loading...