For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલાનુ કોરોનાથી મોત, અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ

જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલાનુ આજે શુક્રવારે નિધન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલાનુ આજે શુક્રવારે નિધન થઈ ગયુ. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ ટ્વિટ કરીને જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલાની નિધનની સૂચના આપી અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. તમને જણાવી દઈએ કે 89 વર્ષીય દારૂવાલા કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. મીડિયા અનુસાર અમદાવાદ નગર નિગમે ગઈ 22 મેના રોજ તેમના કોરોના સંક્રમિત થવાની પુષ્ટિ પણ કરી હતી.

Bejan Daruwalla

સમાચારો અનુસાર તે છેલ્લા એક અઠવાડિયાથી એક ખાનગી હોસ્પિટલમાં ભરતી હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. એક અઠવાડિયાથી તે વેંટીલેટર પર હતા. જો કે તેમના દીકરા નાસ્તુર દારૂવાલાએ કોરોનાથી મોત થઈ હોવાનો ઈનકાર કર્યો છે. દીકરાના જણાવ્યા અનુસાર તેમના પિતા બેજાન દારૂવાલાનુ મૃત્યુ ન્યૂમોનિયા અને ઑક્સિજનની કમીના કારણે થયુ. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ બેજાન દારૂવાલાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે.

તમને જણાવી દઈએ કે જ્યોતિષી દારૂવાલા ભારત જ નહિ પરંતુ આખી દુનિયામાં ભવિષ્યવાણીઓ કરવા માટે જાણીતા હતા. દુનિયાના દરેક દેશમાં લાખોની સંખ્યામાં તેમના ફૉલોઅર છે. જે કોરોના વાયરસના કારણે તે જિંદગીની જંગ હારી ગયા તેમણે જ્યારે ભારતમાં કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાવુ શરૂ થયુ હતુ ત્યારે ભવિષ્યવાળી કરી હતી કોરોના માટે હવે એક મુશ્કેલીનો સમય હશે. દારૂવાલા ભગવાન ગણેશના ભક્ત હતા અને પોતાની ભવિષ્યવાણી અને રાશિફળ લખવાની શરૂઆત ગણેશ ભગવાનથી જ કરતા હતા.

આ જાણીતા જ્યોતિષીએ સંજય ગાંધીના મોત વિશે ભવિષ્યવાણી કરી હતી. બેજાન દારૂવાલાએ એ ભવિષ્યવાણી કરી હતી કે સંજય ગાંધીનુ દૂર્ઘટનામાં મોત થશે. 23 જૂન 1980ના રોજ સંજય ગાંધીનુ એક વિમાન દૂર્ઘટનાાં મોત થઈ ગયુ હતુ. બેજાના દારૂુવાલાએ 2014 અને 2019માં મોદીના જીતની ભવિષ્યવાણી કરી હતી. બંને લોકસભા ચૂંટણીમાં ભાજપે પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા છે.

યુપીમાં ચામાચીડિયાના મોત પાછળ શું છે કારણ, રિપોર્ટમાં થયો ખુલાસોયુપીમાં ચામાચીડિયાના મોત પાછળ શું છે કારણ, રિપોર્ટમાં થયો ખુલાસો

English summary
Bejan Daruwalla the Famous astrologer, died of Corona, breathed his last in a hospital in Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X