For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેલ્જિયમ પણ નરેન્દ્ર મોદી સાથે સંબંધો સુધારવા માંગે છે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 4 જૂન: બ્રિટેન અને જર્મની બાદ અન્ય એક યૂરોપીય દેશ બેલ્જિયમે કહ્યું છે કે તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંવાદ વધારવા માટે તૈયાર છે જેથી તેમના રાજ્ય ગુજરાતની વ્યાવસાયિક સંબંધોને મજબૂત કરી શકાય. મુંબઇમાં બેલ્જિયમના મહાવાણિજ્ય દૂત કાર્લ વેન ડેન બોસ્ચેના એક પ્રશ્નના જવાબમાં આ ઇચ્છા વ્યક્ત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે 2002ના કોમી રમખાણો બાદ યૂરોપીય સંઘે ગુજરાત સાથે કૂટનિતિક સંબંધો તોડી દિધા હતા. ગત વર્ષે ઓક્ટોબરમાં સૌથી પહેલાં બ્રિટેને નરેન્દ્ર મોદી તરફ હાથ આગળ વધાર્યો છે. નરેન્દ્ર મોદીની સતત ત્રીજીવાર જીત બાદ જર્મની અને યૂરોપીય દેશના અન્ય દેશ પણ આ માર્ગે ચાલી રહ્યાં છે.

narendra-modi-cm

સોમવારે અમદાવાદમાં વીઝા સેન્ટરના ઉદઘાટન સમયે બોસ્ચાએ કહ્યું હતું કે મુલાકાતની પ્રથમ તક મળતાં જ બેલ્જિયમ ગુજરાત સાથે વ્યાવસાયિક સંબંધોને આગળ વધારવા અંગે વાતચીત કરશે. ગુજરાત સાથે સંબંધો મજબૂત કરવાને લઇને યૂરોપીય સંઘ સકારાત્મક અને રચનાત્મક છે અને નરેન્દ્ર મોદી સાથે સંવાદ કાયમ કરવાની ઇચ્છા છે. દ્રિપક્ષીય હીરા વ્યાપારના કારણે બેલ્જિયમ અને ગુજરાતમાં પ્રગાઢ વ્યાવસાયિક સંબંધો પહેલાંથી જ કાયમ છે.

ગુજરાત સરમખાણો વિશે તેમને કહ્યું હતું કે અમે સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવતાં કોર્ટના માધ્યમ સાથે જોડાયેલી આ ઘટનાઓ માટે ન્યાયની અપેક્ષા કરે છે. બોસ્ચેનું કહેવું છે કે 2012માં બેલ્જિયમને ગુજરાત સાથે 5,000થી વધુ વિઝા અરજીઓ મળી છે. હજારો ગુજરાતીઓએ તો બેલ્જિયમના શહેર એંટવર્પને પોતાનું ઘર બનાવી લીધું છે.

English summary
After UK and Germany, another European nation Belgium on Monday said that it is ready to engage with Gujarat Chief Minister Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X