ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાના નાગરીકોને ટેક્સ ભારવામાં આવી રાહત
રાજ્યમાં 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે આ પહેલા રાજ્ય સરકાર દ્વારા નાગરીકોની માટે વિવિધ પ્રકારના પ્રોત્સાહક સ્કીમો જાહેરાત કરવામાં આવી રહી છે. જેના ભાગ મહાનગરપાલિકા અને નગરપાલિકમાં વસૂલવામાં આવતા ટેક્
રાજ્યમાં 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે આ પહેલા રાજ્ય સરકાર દ્વારા નાગરીકોની માટે વિવિધ પ્રકારના પ્રોત્સાહક સ્કીમો જાહેરાત કરવામાં આવી રહી છે. જેના ભાગ મહાનગરપાલિકા અને નગરપાલિકમાં વસૂલવામાં આવતા ટેક્ષ કરવેરા ભરવા માટે જૂન અને જૂલાઇ એમ બે મહિના લંબાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેરો, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વેરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ ર૦રર-ર૩ની વેરાની રકમ જો નાગરિકો તા. ૩૦-૬-ર૦રર સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને ૭ ટકા વળતર આપવામાં આવશે.
એટલું જ નહિ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આવી વેરાની રકમ મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે તા. ૩૦ જૂન-ર૦રર સુધીમાં ભરપાઇ કરનારા નાગરિકોને વધારાનું પ ટકા વળતર અપાશે.
એટલે કે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ ૧૨ ટકા વળતરનો લાભ મળશે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના'નો લાભ નગરોના વધુ નાગરિકો લઇ શકે તેવો ઉદાત્ત અભિગમ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દાખવ્યો છે.
તદઅનુસાર, નાણાંકીય વર્ષ ર૦રર-ર૩ ની વેરાની રકમ તા. ૧ જુલાઇ-ર૦રર થી તા.૩૧ જુલાઇ-ર૦રર સુધીમાં એડવાન્સ ભરપાઇ કરનારા નાગરિકોને પાંચ ટકા વળતર મળવાપાત્ર થશે.
આ જ સમયગાળા દરમ્યાન ઇ-નગર મોબાઇલ એપ કે ઇ-નગરના ઓનલાઇન સિટીઝન પોર્ટલ મારફતે વેરાની રકમ ભરનારા લોકોને વધુ પાંચ ટકા વળતર મળવાપાત્ર રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓની આવકમાં વધારો થાય સાથો સાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તેવા ઉદાત્ત ભાવથી આ ''આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના''નો અમલ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
