કોંગ્રેસનું અધિકૃત આમંત્રણ : હાર્દિક, અલ્પેશ, જીજ્ઞેશ જોડાવો કોંગ્રેસમાં

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે પ્રેસ કોન્ફર્ન્સ કરીને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેષ મેવાણી કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે. સાથે જ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આ ત્રણેય નેતાઓને કોંગ્રેસ ચૂંટણી વખતે ટિકિટ આપશે તેવું પણ જણાવ્યું છે. સાથે જ પાસના કન્વીનરોને પણ કોંગ્રેસમાં સહયોગ આપવાની અપીલ કરી છે. આ પ્રસંગે ભરત સિંહ સોલંકીએ ફરી એક વાસ આવનારી ચૂંટણીમાં કોંગ્રેસની જીત થવાની છે તે વાત પર ભારપૂર્વક વિશ્વાસ મૂક્યો હતો. તેમણે કહ્યું કે જે રીતે ભાજપના વિવિધ મુખ્યમંત્રીઓ ગુજરાતના આટાફેરા કરે છે. તે જોતા લાગી રહ્યું છે કે કોંગ્રેસની વિજય કૂચ શરૂ થઇ ગઇ છે. અને આ વિજય કૂચ ગાંધીનગર તરફ આગળ વધશે.

bharat solanki

વધુમાં આ પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય છોટુ વસાવાએ પણ કહ્યું કે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીના આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાશે. સાથે જ એનસીપી સાથે પણ આવનારી ચૂંટણીમાં એક બીજાને સાથ આપવાની સંભાવના છે તે વાતનો ઇશારો પણ વસાવાએ આ પ્રેસ કોન્ફર્ન્સમાં કર્યો હતો. વધુમાં ભરત સિંહ સોંલકીએ કહ્યું કે છેલ્લા 22 વર્ષથી ભાજપની આપખુદશાહી ગુજરાતમાં ચાલી રહી છે. જેના આ વખતે કોંગ્રેસ ઉખાડી ફેંકશે. સાથે જ તેમણે નવુ ગુજરાત ખુશ ગુજરાતનો નારો પણ આ પ્રસંગે આપ્યો હતો. વધુમાં અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ પણ આ આમંત્રણને સકારાત્મક રીતે સ્વીકારશે તેવી આશા ભરતસિંહ સોલંકીએ વ્યક્ત કરી હતી.

English summary
Bharatsinh solanki invited Hardik patel, Alpesh thakor and Jignesh Mevani to join Congress.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.