ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરાનો બ્યુરોક્રેટ્સ ઓફ ઇન્ડિયાની શ્રેષ્ઠ સનદી અધિકારીની યાદીમાં સમાવેશ
ભરુચ જિલ્લાના કલેક્ટરની બ્યુરોક્રેટ્સનો દેશના શ્રેષ્ઠ સનદી અધિકારી તરીકેની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના કલેકટરની દેશના શ્રેષ્ટ બ્યોરક્રેટ્સની યાદીમા સમાવેશ. સુશાસન થકી જન જન સુધી યોજનાકિય લાભો પહોચાડવા બદલ જિલ્લા કલેકટર તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ માટે શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં સ્થાન મળ્યુ છે.

કેમ થઈ શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં સમાવેશ થયો તેની ઝાંખી..
તુષાર સુમેરાની કારર્કિદીની શરૂઆત : ગુજરાતની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક બનવાથી લઈને તેમના ગુજરાત કેડરમાં IAS બનવા સુધી ૨૦૧૨ બેચના અધિકારી ડૉ. તુષાર સુમેરાનું જીવન ઘણા ઉમેદવારો માટે પ્રેરણારૂપ છે. તેમના નેતૃત્વ હેઠળ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રે ચાર રાષ્ટ્રીય યોજનાઓ હેઠળ જિલ્લાના ૧૦૦ ટકા લાભાર્થીઓને આવરી લીધા છે. આ યોજના વિધવાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે હતી. તેમણે લાભાર્થીઓને ઓળખવા અને નોંધણી કરવા માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબરો સાથે "ઉત્કર્ષ પહેલ" નામથી ડ્રાઈવ શરૂ કરી હતી. વધુમાં તેમણે "ઉત્કર્ષ સહાયક" નામના વિદ્યાર્થી સ્વયંસેવકો સાથે, તેમણે લાભાર્થીઓને ફોર્મ ભરવામાં મદદ કરીને અનોખી પહેલ કરી ઉમદા કામ કર્યું છે.
વધુમાં ઉત્કર્ષ સમારોહ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઉમદા કાર્ય માટે સુમેરાની સુશાસન થકી ઘરે ધરે જઈ છેવાડાના નાગરિકોને પણ કેન્દ્ર સરકાર અને રાજ્યની વિવિધ યોજનાઓના લાભ પહોચાડવાના અભિયાનની પ્રશંસા કરી હતી.
આ ઉપરાંત તેમણે જૂન 2022માં 'માય લિવેબલ ભરૂચ' પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. તે સ્થાનિક સમુદાયોની મદદથી ભરૂચ શહેરમાં સ્વચ્છતા અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટેની એક મોટી ઝુંબેશનો પ્રારંભ છે.
આજના ખાસ રાષ્ટ્રીય કિશોરી દીન નિમિત્તે સુશાસનની નવી પહેલ સ્વરૂપે "કિશોરી ઉત્કર્ષ પહેલ"ના અનોખા અભિયાનનો પણ શુભારંભ કરાવી સ્ત્રીસશકિતકરણના હેતુને ચરિતાર્થ કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.
વર્ષ ૨૦૨૨માં ડિસ્ટ્રિક્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ફ્રેમવર્ક પરિચય કરાવનાર ભરૂચ દેશનો પ્રથમ જિલ્લો બન્યો હતો. ડિસ્ટ્રિક્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ફ્રેમવર્ક થકી સુનિશ્ચિત થયું કે સ્ટાર્ટઅપ પરની કેન્દ્ર સરકારની યોજનાઓ સ્ટાટઅપ વડે જિલ્લાના અંતરયાળ વિસ્તારના ગામડાઓ તેમજ આદિવાસી યુવાનો સુધી પહોંચાડી રોજગારીની નવી તકોથી પુરી પાડી. આ અભિયાન થકી જિલ્લાના યુવાનોને રોજગારી તથા તેમને મળતી નવી તકોથી વાકેફ કરવામાં આવ્યા.












Click it and Unblock the Notifications
