ભાવનગરના નવાગામ પાસેથી ૩૩૮ પેટી વિદેશી દારૂ ઝડપાયો, 31.11 લાખનો મુદ્દામાલ જપ્ત!

રાજ્યમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ છે ત્યારે ભાવનગર એલસીબીએ વરતેજના નવાગામની સીમમાંથી ૩૩૮ પેટી ઈંગ્લીશ દારૂ અને વાહનો સહિત ૩૧.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે મુદ્દામાલ સાથે બે શખ્સોને પણ ઝડપી પાડ્યા છે.

ભાવનગર : રાજ્યમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ છે ત્યારે ભાવનગર એલસીબીએ વરતેજના નવાગામની સીમમાંથી ૩૩૮ પેટી ઈંગ્લીશ દારૂ અને વાહનો સહિત ૩૧.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે મુદ્દામાલ સાથે બે શખ્સોને પણ ઝડપી પાડ્યા છે. અન્ય છ લોકો ફરાર થઈ ગયા હતા. મળતી વિગતો અનુસાર, ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો વરતેજના બે શખ્સે મંગાવ્યો હોવાનું ખુલ્યું હતું.

Bhavnagar

મળતી વિગતો અનુસાર, એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ઈંગ્લીશ દારૂના મોટા જથ્થાનું નવાગામની સીમમાં કટીંગ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા કરતા દારૂના જથ્થા અને વાહનો સહિત બે શખ્સો ઝડપાયા હતા છ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

પોલીસે તપાસ દરમિયાન એક આઈશર એક બોલેરો પીકઅપમાંથી ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપ્યો હતો. પોલીસે બન્ને વાહનોમાંથી ૩૩૮ પેટી ઈંગ્લીશ દારૂ જપ્ત કપ્યો હતો. હાલ પોલીસે ઝડપાયેલા બે ઈસમો તેમજ ફરાર થઈ ગયેલા ઈસમો મળી કુલ ૧૦ ઈસમો વિરુદ્ધ પ્રોહીબિશનની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X