1 લાખ 47 હજારની બનાવટી નોટ સાથે 2 લોકોની ધરપકડ

Subscribe to Oneindia News

ભાવનગર પોલીસ દ્વારા રૂપિયા 1 લાખ 47 હજારની બનાવટી ભારતીય ચલણી નોટો સાથે મૂળ પશ્ચિમ બંગાળના બે યુવકોને ઝડપી લેવામાં આવ્યા છે. બાતમીની આધારે મળેલી ખબર મુજબ પોલીસે આ બે યુવકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે આ બન્ને યુવક નામ આશીષકુમાર અગ્રવાલ અને અબ્દુલ રસીદ શેખ છે. આ બન્ને જણાં પશ્ચિમ બંગાળથી આ બનાવટી ચલણી નોટો લઇને ભાવનગર આવ્યા હતા.

police


નોંધનીય છે કે પોલીસ દ્વારા જ્યારે આ બે ઇસમોને પકડીને જે માલ મુદ્દો પકડવામાં આવ્યો છે. તેમાં આ બન્ને યુવકો પાસેથી 2000ની નવી નોટ સમેત 1000 રૂપિયાની પણ 145 નોટો મળી આવી છે. આ યુવકો જૂની 1000 રૂપિયાની નોટ અહીં બદલાવવા માટે આવ્યા હતા. જો કે તે કામમાં સફળ થાય તે પહેલા જ પોલીસે તેમને પકડી પાડ્યા હતા. આમ પોલીસ દ્વારા ૧ લાખ ૪૭ લાખની બનાવટી ચલણી નોટો ઝડપી પાડતા ભાવનગર પોલીસના હાથે એક મોટી સફળતા મળી હતી છે.

fake notes
English summary
Bhavnagar police arrested 2 man with 1 lakh 47 thousand fake notes. Read here more.
Please Wait while comments are loading...