ભાવનગરમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલા વોટોત્સવનું આયોજન

Subscribe to Oneindia News

ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠકો પર 9 ડીસેમ્બરે મતદાન થશે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર ભાવનગર દ્વારા યશવંતરાય નાટયગ્રુહ ખાતે મતદાન જાગ્રુતિ અર્થે વોટોત્સવ-2017 કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત 104- તથા 105-પશ્ચિમ ભાવનગર વિધાનસભા બેઠકના ઓબ્ઝર્વરશ્રી પ્રમોદ કુમાર (આઈ. આર. એસ.) દ્વારા કરાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શહેરની નટરાજ સ્કુલ, પ્રાથમિક શાળા નં. 69, પ્રાથમિક શાળા નં. 44, સીસ્ટર નિવેદીતા શાળા, સર. પી. પી. સાયન્સ કોલેજ, અમર જ્યોતિ ઈન્ટરનેશનલ, નંદકુંવરબા સ્કુલ, સરકારી શાળા નં. 76, જય બહુચરાજી શક્તિ ગ્રુપ કાળાતળાવ સહિતની સંસ્થાઓ દ્વારા લોકન્રુત્ય, અભિનય ગીત, દેશભક્તિ ફ્યુઝન, કવ્વાલી સહિતના કાર્યક્રમો થકી મતદાન જાગ્રુતિનો સંદેશ અપાયો હતો.

Gujarat

આ કાર્યક્રમમાં કુલ 160 વિધાર્થી તથા કલાકારોએ ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં નટરાજ સ્કુલના દિવ્યાંગ બાળકો દ્વારા સુંદર રચના રજૂ કરવામાં આવી હતી. નોંધનીય છે કે ચૂંટણી પહેલા ગુજરાત ભરમાં ઠેર ઠેર ચૂંટણી પંચ અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃત્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતની ચૂંટણીમાં ઇવીએમ મશીન સાથે વીવીપીટી મશીન પણ વપરાશે. જે અંગે પણ લોકોને વિવિધ કાર્યક્રમ યોજીને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

Bhavnagar
English summary
Bhavnagar : Various programme held in Bhavnagar to aware voters before Gujarat elections
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.