For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભુજઃ છોકરીઓના પીરિયડ્સની જબરદસ્તી તપાસ મામલે કોલેસ પ્રિન્સિપાલ સહિત 3 સસ્પેન્ડ

ભુજઃ છોકરીઓના પીરિયડ્સની જબરદસ્તી તપાસ મામલે કોલેસ પ્રિન્સિપાલ સહિત 3 સસ્પેન્ડ

|
Google Oneindia Gujarati News

ભુજઃ ભુજની એક કોલેજે આચાર્ય, છાત્રાલય રેક્ટર અને અન્ય એક કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા છે. અગાઉ તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ બદા ઉપર કથિત રીતે 60થી વધુ વિદ્યાર્થિનીઓના અંતઃવસ્ત્ર જબરદસ્ત રીતે એમ કહીને ઉતારાવ્યા હતા કે કયાંક તેઓ પીરિયડ્સમાં તો નથીને. ઘટના સામે આવ્યા બાદ ભારે બબાલ થઈ હતી.

girls

શ્રી સહાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી પ્રવીણ પિંડોરિયાએ સોમવારે કહ્યું કે પ્રિન્સિપાલ રીતા રાનીંગા, ગર્લ્સ હોસ્ટેલના ગૃહમાતા રમીલાબેન અને કોલેજની અન્ય એક કર્મચારી નૈના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાયા બાદ શનિવારે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભુજ પોલીસ દ્વારા એફઆઈઆરમાં આ ત્રણેય સિવાય અનીતા નામની એક મહિલાને પણ આરોપી તરીકે નોંધવામાં આવી છે. જો કે કોલેજ સાથે તેનો કોઈ સંબંધ નથી.

આ મામલે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 384, 355 અને 506 અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે. આ મામલામાં સૌથી મોટી વાત એ છે કે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાયા બાદ કોઈની પણ ધરપકડ થઈ નથી. એસએસજીઆઈ સેલ્ફ ફાઈનાન્સ કોલેજ છે જેની ખુદની છાત્રાલય પણ છે. આ સંસ્થાન ભુજના સ્વામીનારાયણ ટ્રસ્ટ દ્વરાા ચલાવવામાં આવે છે.

મામલો સામે આવ્યા બાદ રાષ્ટ્રીય મહિલા આયોગના સાત સભ્યની ટીમે રવિવારે છાત્રાલયમાં રહેતી એવી વિદ્યાર્થિનીઓની મુલાકાત કરી હતી, જેમને માસિક સ્ત્રાવ તો નથી થઈ રહ્યો એમ કહીને અંતઃ વસ્ત્ર ઉતારવા મજબૂર કર્યા હતા. તપાસ બાદ વિશ્વવિદ્યાલયની પ્રભારી કુલપતિ દર્શના ઢોળકિયાએ કહ્યું હતું કે માસિક સ્ત્રાવ દરમિયાન છાત્રાલયમાં રહેતી અન્ય છોકરીઓ સાથે ખાવાનું ના ખાવાનો નિયમ હોવાથી તેમની તપાસ કરવામાં આવી હતી.

ભારત બન્યુ દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા, બ્રિટન-ફ્રાંસને છોડ્યુ પાછળઃ રિપોર્ટભારત બન્યુ દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા, બ્રિટન-ફ્રાંસને છોડ્યુ પાછળઃ રિપોર્ટ

English summary
Bhuj college principal suspended for forcing girl students to remove underwear to check menstruating
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X