ભૂમિ આત્મહત્યા કેસ: શું દુનિયાને હસાવનાર કૃણાલ આવો પણ હોઇ શકે?

તમે કદી જાણીતા આરજે કૃણાલ દેસાઇના મિર્ચી મુર્ગાના ઓડિયો સાંભળ્યા છે? જો ભૂમિ દેસાઇ આત્મહત્યા વિવાદને એક સેકન્ડ માટે બાજુમાં મૂકી દઇને વિચારીએ. અને તે વીડિયો કે ઓડિયો ફરી સાંભળીએ તો એક હસમુખા અને રમજૂ છોકરાની ઇમેજ આપણી આંખો આગળ ઉપસી આવે. તેવા વ્યક્તિની જોડે લગ્ન કરનાર યુવતી માટે આ લગ્ન ખરેખરમાં સપનાઓને પાંખો મળી હોવાનો અહેસાસ સમાન છે.

પણ કહેવાય છે ને કે હાથીના દાંત દેખાડવાના કંઇ અને ચાવવાના કંઇ, તો શું તેવું કૃણાલના કેસમાં પણ થયું હશે? શું ખરેખરમાં એક સારા પરિવારમાંથી આવતો યુવાન, જે એક સફળ કેરિયર ધરાવે છે અને પોતે પણ ખુલ્લા વિચારો ધરાવતો હોવાની વાત કરે છે શું તે તેની પત્ની જોડે મારપીટ કરી શકે? નોંધનીય છે કે કૃણાલને 30મી જાન્યુઆરી સુધી પોલિસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યો છે. પોલિસ ફરિયાદ બાદ ફરાર થયેલા કૃણાલે ગુરુવારે પોલીસ સામે સમર્પણ કર્યું હતું.

આ કેસમાં તેના સરેન્ડ થયા પછી કેટલાક નવા ખુલાસાઓ બહાર આવ્યા છે. જેમાં તેમના ઝધડાના કારણો, વોટ્સઅપ ચેટ, ભૂમિના પહેલા પતિ અંગે કૃણાલની કમેન્ટ તેવા અનેક નવા ખુલાસા અંગે વિગતવાર જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

કેમ ફરાર થવું પડ્યું કૃણાલને?

કેમ ફરાર થવું પડ્યું કૃણાલને?

24મી જાન્યુઆરી જ્યારે કૃણાલની પત્ની ભૂમિ દેસાઇએ સચિન ટાવર પરથી પડતું મૂક્યું ત્યારથી લઇને આજ દિવસ સુધી શંકાની સોય અનેક વાર કૃણાલ પર ગઇ છે. પોલિસ સુત્રો તરફથી તેવી પણ માહિતી મળી છે કે કૃણાલે ભૂમિના કેટલાક મેસેજ ડિલિટ કર્યા છે. વળી ભૂમિની માતાએ જ્યારે કૃણાલ પર ફરિયાદ નોંધાવી તે દિવસથી તે ફરાર છે.

શું હતું તે વોટ્સઅપમા?

શું હતું તે વોટ્સઅપમા?

ભૂમિ, કૃણાલ અને મિતેશ સોનીના ફોન FSLમાં મોકલવામાં આવ્યા છે. જેમાં ભૂમિ અને કૃણાલના કેટલાક વોટ્સઅપ અને ચેટ મેસેજો બહાર આવ્યા છે. વળી પોલિસ તપાસમાં પણ તે વાત બહાર આવી છે કે લવ મેરેજ બાદ હનીમૂનથી જ તેમની વચ્ચે થતો હતા વિવાદ અને ઝગડા

કેવા કેવા કારણો પણ થતા ઝગડા

કેવા કેવા કારણો પણ થતા ઝગડા

સુત્રો પાસેથી મળતા માહિતીઓ મુજબ અનેક વાતો હતી જે વિવાદ માટે કારણભૂત હતી. જેમ કે બેંગકોકમાં કૃણાલે ભૂમિના પૂર્વ પતિ પર કમેન્ટ કરી હતી. જે ભૂમિને બિલકુલ નહતી ગમી. તો બેંગકોકમાં ખરીદી વખતે ભૂમિએ મોટા ખર્ચા કરતા કૃણાલ બોલચાલ કરતા ભૂમિએ પોતે કમાઇને પૈસા પાછા આપવાની વાત કરી હતી.

દારૂ, સિગરેટ અને ડાન્સ

દારૂ, સિગરેટ અને ડાન્સ

તો વળી તેવું પણ કહેવાય છે કે દારૂના નશામાં બેંગકોકમાં ભૂમિએ જે ડાન્સ કર્યો તે કૃણાલને ના ગમ્યો. અને તેની દારૂ અને સિગરેટ પીવાની વાત તેના માતા-પિતાને જણાવી દેવાનું કહીને તેને બ્લેકમેલ કરતો હતો અને મારતો પણ હતો.

બે મહિલાના લગ્ન ને બે મહિનામાં મોત!

બે મહિલાના લગ્ન ને બે મહિનામાં મોત!

ભૂમિ અને કૃણાલના લવમેરેજ થયા હતા. ભૂમિના પરિવારજનોનું કહેવું છે કે લગ્ન પહેલા કૃણાલ અને તેના પરિવારજનોનો વ્યવહાર ખૂબ જ સારો હતો. પણ તેવું તો શું થયું કે લગ્નના બે મહિનામાં જ બધો પ્રેમ બધા સંબંધો વણસી ગયા અને ભૂમિ મોતની છલાંગ લગાવવા માટે મજબૂર બની ગઇ?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X