Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના ચાર વર્ષ પૂર્ણ, જાણો તેમના કાર્યકાળ વિશે

Gujarat Chief Minister Bhupendra Patel: આવતીકાલે 13 સપ્ટેમ્બરે ગુજરાતના CM તરીકે ભૂપેન્દ્ર પટેલના 4 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ ચાર વર્ષમાં ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, AI, સેમિકન્ડક્ટર, મહિલા કલ્યાણ, આવાસ, શિક્ષણ અને સુશાસનમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે. આ અહેવાલમાં જાણો ભૂપેન્દ્ર પટેલની કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીની સફર અને મુખ્યમંત્રી બન્યા બાદ પણ 4 વર્ષમાં ગુજરાતમાં થયેલા વિકાસ કાર્યોની ગાથા.

Gujarat Chief Minister Bhupendra Patel

Gandhinagar News: આવતીકાલે 13 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાતના CM તરીકે ભૂપેન્દ્ર પટેલના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ ચાર વર્ષ સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના રહ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે આ 4 વર્ષોમાં વિકાસનાં લાભ રાજ્યના જન-જન સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે. તેમના નેતૃત્વમાં ગુજરાત આજે રિન્યુએબલ એનર્જી, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા ઉભરતા ક્ષેત્રોમાં અગ્રેસર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે CM સુધીની તેમની સફરથી માંડીને મુખ્યમંત્રી બન્યા બાદ ગત 4 વર્ષોમાં તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતનો કેવો વિકાસ થયો.

કોર્પોરેટરથી મુખ્યમંત્રી સુધીની સફર

15 જુલાઈ, 1962ના રોજ અમદાવાદમાં જન્મેલા ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. વર્ષ 1987માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યારથી તેમની રાજકીય સફર શરૂ થઈ. 1995-96માં તેઓ મેમનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા. તેમણે 1999-2000 સુધી પહેલી ટર્મ અને 2004-2006 સુધીની બીજી ટર્મમાં મેમનગર પાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવી. ત્યારબાદ વર્ષ 2008-2010 સુધી તેમણે AMC સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે અને તે પછી 2010-2015 દરમિયાન થલતેજ વૉર્ડના કાઉન્સિલર તરીકે ફરજ બજાવી. 2015-2017 દરમિયાન તેમણે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) ના ચેરમેન તરીકે સેવાઓ આપી અને વર્ષ 2017માં તેઓ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 13 સપ્ટેમ્બર, 2021ના રોજ ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં, અને રાજ્યની વિકાસયાત્રાની શાસનધુરા સંભાળી. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભારે મતોથી જીત્યા અને 12 ડિસેમ્બર, 2022ના રોજ તેમણે સતત બીજીવાર ગુજરાતના CM તરીકે શપથ લીધા.

મહત્વના નિર્ણયો

આ 4 વર્ષો દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મક્કમ અને નિર્ણાયક નેતૃત્વનું મજબૂત ઉદાહરણ આપ્યું છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતે તમામ ગેરકાયદે દબાણો તોડી નાખવામાં આવ્યા અને 4 લાખ ચોરસ મીટર જેટલો તળાવનો વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો. આ ઉપરાંત, દ્વારકા અને સોમનાથ ખાતે પણ ગેરકાયદો દબાણો દૂર કરવામાં આવ્યા અને સોમનાથ ખાતે અંદાજે 4 લાખ 79 હજાર ચોરસ મીટરથી વધુ તેમજ દ્વારકા ખાતે અંદાજે 1 લાખ 54 હજાર ચોરસ મીટરથી વધુ જમીન ખુલ્લી કરવામાં આવી. માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ભ્રષ્ટાચાર આચરતા લગભગ 50 જેટલા સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જે દર્શાવે છે કે મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.

પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો અમલી કરવામાં આવ્યો

આ ઉપરાંત, જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો અમલી કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ સામાન્ય જનતાના હિતમાં રાજ્ય સરકારે વીજળીના દરમાં તાજેતરમાં 15 પૈસાનો ઘટાડો કર્યો છે, જે થકી રાજ્યની સામાન્ય જનતાને ₹400 કરોડનો ફાયદો થશે. આ સાથે જ ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં ખેતીની જમીન વેચાણના કિસ્સામાં નોંધ મંજૂર તથા પ્રિમિયમની અને એન.એ.ની પરવાનગી કાર્યવાહીમાં વધુ સરળીકરણ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે. આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ મળશે તેમજ, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે.

ભૂપેન્દ્ર પટેલના 4 વર્ષના મુખ્યમંત્રી કાળ દરમિયાન થયેલા સેવા અને સમર્પણના કાર્યો

  • ગુજરાતના 38 શહેરોમાં 116 આશ્રયસ્થાન સ્થાપિત કરાયા છે, જેમાં દરરોજ 10 હજાર જેટલા ઘરવિહોણા ગરીબ લોકો આશરો મેળવે છે
  • રાજ્યમાં 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ
  • પ્રાથમિક શાળાના બાળકો માટે 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના'નો પ્રારંભ
  • રાજ્યના 3.26 કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ
  • નમો શ્રી યોજના હેઠળ 1 વર્ષમાં 4 લાખ માતાઓને મળી રૂ. 222 કરોડની આર્થિક સહાય
  • શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 19 જિલ્લાઓમાં 293 ખાદ્ય વિતરણ કેન્દ્રો કાર્યરત
  • અત્યારસુધીમાં 2 કરોડ 68 લાખ લોકોને ભોજન વિતરણ
  • મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ વાર્ષિક સરેરાશ 4.86 લાખ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ્ (PMJAY-MA) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી સહાય રૂ. 10 લાખ કરાઈ
  • ગુજરાતમાં 2.92 કરોડથી વધુ નાગરિકોને આયુષ્માન કાર્ડ
  • પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP) અંતર્ગત ગુજરાતમાં કુલ 283 ડાયાલિસિસ કેન્દ્રો કાર્યરત
  • રાજ્યમાં કુલ 35 ડે કેર કીમોથેરાપી સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા. જેમાં 78 હજારથી વધુ દર્દીઓના 2,23,979 કીમોથેરાપી સેશન્સ થયા
  • "વર્લ્ડ ઓબેસિટી ડે"ના દિવસે "સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત" અભિયાનનો પ્રારંભ
  • અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે 'જી-સફલ' (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમેલિઝ ફોર ઓંગ્મેન્ટિંગ લાઈવલીહૂડ્સ) યોજના લોન્ચ
  • કુલ 6547 ભરતીમેળાઓ થકી 5,06,741 લોકોને રોજગાર
  • 'નમો લક્ષ્મી' યોજના: 10 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને રૂ. 1000 કરોડથી વધુની આર્થિક સહાય
  • 'નમો સરસ્વતી વિજ્ઞાન સાધના' યોજના : 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. 161 કરોડથી વધુની સહાય
  • કિસાન સૂર્યોદય યોજના: 16,899 ગામો (19.48 લાખ ગ્રાહકો સાથે) નિયમિત વીજળી
  • 'એક પેડ મા કે નામ' અભિયાનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે
  • નારી સશક્તિકરણ માટે નારી ગૌરવ નીતિ-2024 જાહેર
  • આદિજાતિ સમુદાયોના વિકાસ માટે રૂ. 1 લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના 2.0 અમલી

ચાર વર્ષમાં શાસન વ્યવસ્થામાં આવેલા સુધારાઓ

  • કેન્દ્રના નીતિ આયોગની પેટર્ન પર 'ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન'- GRITની રચના
  • ગુજરાતમાં વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે ગુજરાત વહીવટી સુધારણા આયોગની (GARC) રચના
  • શહેરી વિકાસ માટે ખાસ વર્ષ 2025ને 'શહેરી વિકાસ વર્ષ' જાહેર
  • રાજ્યમાં 9 નવી મહાનગરપાલિકાઓ જાહેર કરી(ગુજરાતમાં કુલ 17 મહાનગરપાલિકાઓ)
  • આર.સી.એમ. દ્વારા બે હપ્તામાં 100 ટકા ગ્રાન્ટની ફાળવણી કરાશે
  • 'અ' વર્ગની નગરપાલિકામાં હવે નગરપાલિકા કક્ષાની સમિતિ દ્વારા જ રૂ. 70 લાખ સુધીના કામોની તાંત્રિક - વહીવટી મંજૂરી આપી શકાશે.
  • 'બ' વર્ગમાં રૂ. 50 લાખ , 'ક' વર્ગમાં રૂ. 40 લાખ અને 'ડ' વર્ગમાં રૂ. 30 લાખ સુધીના કામોની તાંત્રિક-વહીવટી મંજૂરી આપી શકાશે
  • "અર્નિગ વેલ, લિવિંગ વેલ"ના મંત્ર સાથે 'વિકસિત ગુજરાત @2047'નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
  • ગુજરાતના 6 શહેરોને ગ્રોથ હબ બનાવવાનું આયોજન
  • રાજ્યમાં ઇઝ ઑફ લિવિંગને વેગ આપવા નવી દરેક ટી.પી. સ્કીમમાં 1 ટકા અર્બન ફોરેસ્ટ, 1 ટકા પાર્કિંગ અને 5 ટકા ઇ.ડબ્લ્યુ.એસ. માટે અનામત
  • રાજ્યના નાના નગરો સુનિયોજીત રીતે વિકસે તે માટે દરેક નગરપાલિકામાં એક ટીપી સ્કીમ વિકસાવાશે
  • શહેરી વિકાસ વર્ષમાં નાના નગરોના સુઆયોજિત વિકાસ માટે 100થી વધુ ટીપી સ્કીમ મંજૂર થશે
  • 1 લાખ સુધીની વસ્તી ધરાવતા 55 નગરો માટે GIS આધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે
  • વહીવટીતંત્રમાં AIના ઉપયોગ દ્વારા સુશાસન માટે AI ટાસ્ક ફોર્સની રચના
  • શિક્ષણ વિભાગે અમલમાં મૂકી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS)
  • સિંગલ ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 112 જાહેર, મલ્ટીપલ હેલ્પલાઇન નંબરો થયા રિપ્લેસ
  • પીએમ સૂર્યઘર યોજના હેઠળ 4.04 લાખ સોલાર રૂફટોપ પેનલ્સ; રાજ્ય કુલ 10 લાખ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન સાથે દેશમાં અગ્રેસર
  • રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન, 22 જિલ્લાઓમાં 24 જિલ્લા રમત સંકુલ કાર્યરત
  • રાજ્યમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ, નેશનલ પોલીસ ગેમ્સ, નેશનલ ગેમ્સ 2022 જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના રમતગમત કાર્યક્રમો યોજાયા
  • કોમનવેલ્થ 2029 અને ઓલિમ્પિક 2036ના આયોજન માટે ગુજરાતની તૈયારીઓ

ચાર વર્ષમાં થયેલો ઔદ્યોગિક વિકાસ

દેશનું એકમાત્ર રાજ્ય ગુજરાત, જ્યાં 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે

1.સાણંદમાં માઇક્રોન કંપની દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટ નિર્માણાધીન
2.સાણંદમાં કેયન્સ સેમિકોનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ નિર્માણાધીન
3.સી.જી.પાવર, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન અને સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સના સંયુક્ત ઉપક્રમે બની રહ્યો છે સેમિકન્ડક્ટર પ્લાન્ટ
4.ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રા.લિ. અને પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન સાથે મળીને સ્થાપિત કરશે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ

  • ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઑફ એક્સલન્સનો પ્રારંભ
  • ગુજરાતમાં સ્પેસિફિક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવાની નેમ સાથે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક એન્ડ ઇનોવેશન હબનું ઉદ્ઘાટન
  • સાણંદમાં ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનો પ્રારંભ
  • ગુજરાતે છેલ્લા ચાર વર્ષોમાં 20,431 મિલિયન યુએસડીના મૂલ્યની FDI મેળવી
  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું 10મું સંસ્કરણ સફળતાપૂર્વક સંપન્ન, 140થી વધુ દેશોમાંથી 61,000 થી વધુ પ્રતિનિધિઓ સામેલ
  • રાજ્યના ચાર પ્રદેશોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ (VGRC)નું આયોજન
  • રાજ્યમાં વર્ષ 2024માં પ્રથમ વખત ગિફટ સિટી ખાતે "ફિલ્મ ફેર એવોર્ડ"નું આયોજન
  • 70મો ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં આયોજિત કરવા માટે પ્રવાસન નિગમે વર્લ્ડ વાઇડ મીડિયા પ્રા.લિ. સાથે એમઓયુ સાઇન કર્યા
  • યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કચ્છનું ધોરડો ગામ "બેસ્ટ ટુરિઝમ વિલેજ" જાહેર
  • યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબા "અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર" તરીકે જાહેર
  • UNESCOના Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સામેલ
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X