For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રીએ 14 જિલલાના 1.23 લાખ ખેડૂતોને ખાતર બિયારણ કિટ્સ વિતરણની વર્ચ્યુલી શરૂઆત કરી

રાજ્યમાં ચૂંટણી ઘડીયો ગણાઇ રહી છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતો, મહિલાઓ, યુવાનો માટે વિવિધ પ્રકારની જાહેરાતો કરવામાં આવી રહી છે. રાજ્યની ચૂંટણી પહેલા રાજ્કીય પક્ષોની નજર આદિવાસી મતદારો પર અટકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં ચૂંટણી ઘડીયો ગણાઇ રહી છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતો, મહિલાઓ, યુવાનો માટે વિવિધ પ્રકારની જાહેરાતો કરવામાં આવી રહી છે. રાજ્યની ચૂંટણી પહેલા રાજ્કીય પક્ષોની નજર આદિવાસી મતદારો પર અટકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાઁધીનગરથી અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં વસતા આદિવાસી ખેડૂતો માટે ૧૪ જિલ્લાઓના ૧ લાખ ર૩ હજાર જેટલા આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩ અન્વયે ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.

Bhupendra Patel

કૃષિ વૈવિધ્યકરણની આ યોજના અંતર્ગત આ વર્ષે ખરીફ સિઝન માટે ઉત્તર અને મધ્ય ગુજરાતના સાત જિલ્લાના ૭પ હજાર જેટલા આદિજાતિ ધરતીપુત્રોને મકાઇનું બિયારણ અને ખાતર કિટ વિતરણ કરાશે. દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓના અંદાજે ૪૮૦૦૦ લાભાર્થીઓને સુધારેલા શાકભાજીના બિયારણ ખાતર કિટ વિતરણ કરાશે.
રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૨થી અમલમાં આવેલી આ કૃષિ વૈવિધ્યકરણની આ યોજનામાં દર વર્ષે રૂ. ૩૦ થી ૩૫ કરોડના ખર્ચે અંદાજે ૧ લાખથી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ આપવામાં આવે છે.

તદઅનુસાર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ,પંચમહાલ, છોટાઉદેપૂર અને નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ તેમજ ડાંગ એમ ૧૪ આદિજાતિ જિલ્લાના ખેડૂતોને આ યોજનાનો લાભ અપાય છે. અત્યાર સુધીમાં આવા ૧૧.૬૯ લાખ ખેડૂતોને યોજનાકીય લાભ અપાયો છે.

તેમણે આદિજાતિ જિલ્લા સાબરકાંઠાના આદિજાતિ લાભાર્થી ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો. ખેડૂત લાભાર્થીઓએ આ યોજનાથી મળતી સહાય દ્વારા અનાજ ઉત્પાદન અને વેચાણથી મોટો આર્થિક આધાર મળ્યો છે તેનો આનંદ વ્યક્ત કરી સરકારનો આભાર માન્યો હતો અને યોજનાથી થયેલા લાભની વિગતો વર્ણવી હતી.
.

English summary
Bhupendra Patel government will provide fertilizer seeds to 1.23 lakh tribal farmers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X