મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના, દિવાલ પડતા 12 મજુરોના મોત!

મોરબી જિલ્લાના હળવદમાંથી દિલ દહેલાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. હળવદમાં મીઠાના કારખાનામાં દિવાલ ધરાસાઈ થતા 12 લોકોના મોતની પુષ્ઠી થઈ છે. આ કરૂણાંતિકાએ સમગ્ર પંથકમાં શોકનો માહોલ ઉભો કર્યો છે.

હળવદ : મોરબી જિલ્લાના હળવદમાંથી દિલ દહેલાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. હળવદમાં મીઠાના કારખાનામાં દિવાલ ધરાસાઈ થતા 12 લોકોના મોતની પુષ્ઠી થઈ છે. આ કરૂણાંતિકાએ સમગ્ર પંથકમાં શોકનો માહોલ ઉભો કર્યો છે.

Halwad,

સમગ્ર ઘટનાની મળતી વિગતો અનુસાર, હળવદ હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં આ દુર્ઘટના ઘટી છે. ઘટના દરમિયાન મજુરો મીઠાની બોરીઓ પેક કરવાનું કરવાનું કામ કરી રહ્યા હતા અને આ બોરીઓની થપ્પી લગાવી રહ્યાં હતા. આ દરમિયાન જ બોરીઓનું દીવાલ પર વજન દીવાલ પર પડતા દિવાલ ધરાસાઈ થઈ હતી. આ દુર્ઘટનામાં 20 જેટલા મજુરો દંટાયા હતા. જેમાંથી 12નાં મોત થયા છે.

સમગ્ર ઘટનાની રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી નોંધ લેવાઈ છે. તમામ મૃતકોના વારસદારોને મુખ્યંત્રી રાહત ફંડમાંથી 4 લાખ સહાર આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. આ સિવાય દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 50 હજાર સહાયની જાહેરાત કરાઈ છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યુ છે.

દુર્ઘટના કેટલી ભયંકર હતી એ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દિવાલ ધરાસાઈ થયા પછી મૃતકોને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી છે. હાલ કામગીરી ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X