For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશની મોટી હીરા કંપનીએ 300 લોકોને નોકરીમાંથી કાઢ્યા, કર્મચારીઓ પોલીસ પાસે ગયા

દેશની મોટી હીરા કંપની કિરણ જેમ્સ પર 300 કર્મચારીઓની અચાનક છુટ્ટી કરવાનો આરોપ છે. આ અંગે 300 કર્મચારીઓએ ભેગા થઈને સુરત પોલીસ કમિશનર સતીશ શર્મા અને જિલ્લા કલેક્ટરને તેની ફરિયાદ કરી છે

|
Google Oneindia Gujarati News

દેશની મોટી હીરા કંપની કિરણ જેમ્સ પર 300 કર્મચારીઓની અચાનક છુટ્ટી કરવાનો આરોપ છે. આ અંગે 300 કર્મચારીઓએ ભેગા થઈને સુરત પોલીસ કમિશનર સતીશ શર્મા અને જિલ્લા કલેક્ટરને તેની ફરિયાદ કરી છે. કર્મચારીઓ ઘ્વારા કંપની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમને કોઈ પણ નોટિસ વિના તેમને કાઢી મુક્યા છે અને તેમનો 15 દિવસનો પગાર પણ નથી આપ્યો. કર્મચારીઓ ઘ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કંપનીના મેનેજમેન્ટ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા માટે તેમની ધમકી પણ આપવામાં આવી છે.

diamond

આ 300 કર્મચારીઓ ઘ્વારા પોતાની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે દિવાળી નજીક આવી રહી છે અને તેઓ આર્થિક રૂપે મજબૂત નથી. એટલા માટે તેઓ એક એક દિવસ પણ મુસીબતમાં કાઢી રહ્યા છે. કર્મચારીઓએ ન્યાયની માંગ કરતા કંપની સામે કાનૂની કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. હીરા ઘસવાનું કામ કરતા 300 કર્મચારીઓએ પોતાની નોકરી અને 15 દિવસનો પગાર પાછો માંગ્યો છે.

આ પણ વાંચો: ડાયમંડ પહેરવાનો શોખ હોય તો પહેલા જાણી લો આ વાત...

કિરણ જેમ્સના માલિક વીએસ પટેલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે કંપની હીરા ઘસવાવાળા લોકોને કોન્ટ્રેક પર રાખે છે. એટલા માટે તેમને જેના વિશે જાણકારી નથી. તેમને કહ્યું કે કંપનીના પેરોલ પર ફક્ત 20 લોકો જ છે અને 400 કોન્ટ્રાક્ટર હીરા ઘસવા અને બાકીના સ્ટાફને રાખવાનું કામ કરે છે. અમને આ 300 કર્મચારીઓ વિશે કોઈ જાણકારી નથી. વીએસ પટેલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને જોવું પડશે કે તેઓ કયા કોન્ટ્રાક્ટર હેઠળ કામ કરી રહ્યા છે.

કર્મચારીઓ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે શનિવારે 13 ઓક્ટોબરે તેમને કામ કરવાથી રોકી દેવામાં આવ્યા હતા. તેમને જણાવ્યું કે જયારે તેઓ વરાછા યુનિટમાં પહોંચ્યા ત્યારે તેમને બીજી નોકરી શોધી લેવા માટે જણાવ્યું. નોકરીથી કાઢવામાં આવેલા કર્મચારીઓ ઘ્વારા સુરત રત્નકલા સંઘ અને સુરત ડાયમંડ એસોસિયેશનને પણ આ મામલે દખલ કરીને મદદ કરવાની માંગ કરી છે.

English summary
Big Diamond Firm In Surat Sacked 300 Diamond Polishers Without Notice, Employees Demands Action And Job
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X