બિજલ જોશી રેપ કેસ : દોષિતોને આજીવન કેદની સજા યથાવત રાખતી ગુજરાત હાઇકોર્ટ

આ કેસમાં વિશેષ ટ્રાયલ કોર્ટે 20 જૂન, 2008ના રોજ આરોપી સજલ જૈન, સુગમ જયસ્વાલ, અશોક જયસ્વાલ, ધર્મેન્દ્ર જૈન અને ચંદન જયસ્વાલ પર બીજલ જોશીના બળાત્કારના ગુનામાં અને આપઘાત માટે પ્રેરવા બદલ સખત આજીવન કેદની સજા ફટકારી હતી. સેશન્સ જજ જ્યોત્સના યાજ્ઞિાકે તમામ આરોપીઓને પીડિતાના કુટુંબીજનોને 15,000નું વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો હતો.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી બિજલ જોશીને 31 ડિસેમ્બર, 2003ના રોજ તેના મિત્ર સજલ જૈને 'ન્યૂ યર'ની પાર્ટી ઉજવવા માટે શાહીબાગ વિસ્તારની એક હોટલમાં બોલાવી હતી. સજલ જૈને બિજલને કેફી પીણું પીવડાવી અને તેના ચાર મિત્રોને બોલાવી સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓ દ્વારા બિજલના શરીર પર સિગરેટના ડામ દેવામાં આવ્યા હતા અને ખભા, છાતી તેમજ ગુપ્તભાગો પર બર્બરતાપૂર્વક ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.
બળાત્કાર ગુજાર્યા પછી સજલ જૈને પીડિતાને સોલા હાઇવે પર તરછોડી હોવાની જાણ બિજલની બહેન વૈશાલીને કરી હતી. આ ઘટનામાં અનેક પ્રયાસો પછી પોલીસ ફરિયાદ નોધવામાં આવી હતી. શારીરિક અને માનસિક આઘાતમાં સરી પડેલી બીજલે 7 જાન્યુઆરી, 2004ના રોજ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
ઘટનાની ગંભીરતાને જોઈને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો. ચાર વર્ષની કાર્યવાહી પછી પાંચ આરોપીઓને દોષિત ઠરાવવામાં આવ્યા હતા અને અન્ય પાંચને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા હતા. તમામ આરોપીઓએ સજાને હાઇકોર્ટમાં પડકારી હતી અને સજાને સાત વર્ષ સુધી કરવા વૈકલ્પિક દાદ માંગી હતી.
આરોપીઓની અપીલને ફગાવતા જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ મોહિંદર પાલની ખંડપીઠે નોંધ્યું હતું કે, બળાત્કારના ગુનાના આ કેસમાં મેડિકલ એવિડેન્સ, સાક્ષીઓના નિવેદનો સહિતના સમર્થક પુરાવાઓ, ઘટનાસ્થળે અને ઘટના બાદ મળ્યા અન્ય પુરાવાઓના આધારે આરોપીઓ દ્વારા પીડિતાને આપેલી આંતરિક અને બાહ્ય ઇજાઓ ઘટનાની બર્બરતા અને હિંસાને પુરવાર કરે છે. કેસની
હકીકતોને ધ્યાને લઈને ટ્રાયલકોર્ટે આઇ.પી.સી.ની કલમ 376 (જી) અન્વયે આજીવન કેદની સજાનો દંડ સહેજ પણ ઓછો ન થવો જોઈએ. ટ્રાયલ કોર્ટનો ચુકાદો કાયદાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે યોગ્ય જ છે.












Click it and Unblock the Notifications
