દાહોદમાં બસ સાથે અકસ્માતમાં બાઈક સવારનો આબાદ બચાવ
'રામ રાખે એને કોણ ચાખે' આ ઉક્તિને સાર્થક કરતા અનેક કિસ્સાઓ આપણને જોવા મળે છે. આવો જ એક કિસ્સો દાહોદમાં બન્યો છે.
'રામ રાખે એને કોણ ચાખે' આ ઉક્તિને સાર્થક કરતા અનેક કિસ્સાઓ આપણને જોવા મળે છે. આવો જ એક કિસ્સો દાહોદમાં બન્યો છે. દાહોદ શહેર નજીક આવેલ રાબડા ગામે આ બનાવ બન્યો છે. રાબડા ગામે વળાંકમાં બાઈક સવારનો અદ્ભૂત બચાવ થયો છે. રામ રાખે એને કોણ ચાખે એ ઉક્તિને સાર્થક કરતો આ વીડિયો વાયરલ થયો છે. હાઈવે પર આવેલ વળાંક પર એસટી બસની અડફેટે આવી જતાં બાઈક સવારનો ચમત્કારિક બચાવ થયો છે.

પૂરપાટ ઝડપે આવી રહેલ એસટી બસે યુવકને અડફેટે લેતા યુવક એસટી બસની નીચે ઢસડાયો હતો. જો કે યુવકનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સોમવારે સાંજે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.












Click it and Unblock the Notifications
