For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bilkis Bano Case: 11 દોષિતોની મુક્તિ સામે ફરીથી સુપ્રીમ કોર્ટ પહોંચી બિલકિસ બાનો, સીજેઆઈ કરશે તપાસ

ગેંગરેપ કેસમાં 11 દોષિતોને આ વર્ષે 15 ઓગસ્ટના દિવસે જેલમાંથી મુક્ત કરવા મામલે બિલકિસ બાનોએ એક વાર ફરીથી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

Bilkis Bano Gangrape Case: ગેંગરેપ કેસમાં 11 દોષિતોને આ વર્ષે 15 ઓગસ્ટના દિવસે જેલમાંથી મુક્ત કરવા મામલે બિલકિસ બાનોએ એક વાર ફરીથી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. બુધવારે બિલકિસ બાનોએ 15 ઓગસ્ટે મુક્ત કરાયેલા 11 દોષિતોની સજાને પડકારતા બુધવારે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી છે અને 13 મેના આદેશ પર ફરીથી વિચાર કરવાની માંગ કરી.

SC

આજે આ કેસ ચીફ જસ્ટીસ સામે રાખવામાં આવ્યો છે. જેના પર ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડે કહ્યુ કે તેમના વકીલ દ્વારા સીજેઆઈ સમક્ષ આજે કેસનો ઉલ્લેખ કરાયા બાદ તે અરજી પર વિચાર કરશે.તમને જણાવી દઈએ કે 2002ના ગેંગરેપ કેસમાં 11 આજીવન કેદના દોષિતોની વહેલી મુક્તિની દેશવ્યાપી ટીકા થઈ હતી અને ગુજરાત સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવતી સર્વોચ્ચ અદાલતમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

કેસની સુનાવણી ચાલી રહી હોવાથી બુધવારે બિલકિસ બાનોના વકીલે સજા ઘટાડવાને પડકારતી રિટ પિટિશન દાખલ કરી. બિલકિસ બાનોએ કોર્ટના મેના આદેશ સામે રિવ્યુ પિટિશન દાખલ કરી છે. જેમાં મુક્તિનો નિર્ણય ગુજરાત સરકાર પર છોડવામાં આવ્યો છે. આ સિવાય બિલકિસ બાનોએ પણ તમામ દોષિતોની મુક્તિ વિરુદ્ધ અરજી દાખલ કરી છે.

નોંધનીય છે કે 2002ના ગોધરા રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા માટે 11 લોકોને દોષી ઠેરવવામાં આવ્યા હતા. જે બાદ આ વર્ષે 15 ઓગસ્ટના રોજ તમામ આરોપીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેના પર સુપ્રીમ કોર્ટે મુક્તિ વિરુદ્ધ દાખલ કરાયેલી અગાઉની અરજીઓની સુનાવણી કરી હતી. જેમાં ગુજરાત સરકારે કહ્યુ હતુ કે તેમને તેમના 'સારા વર્તન'ના કારણે મુક્તિ આપવામાં આવી હતી.

English summary
Bilkis Bano Case: Bilkis Bano moves Supreme Court against the release of 11 gangrape convicts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X