For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમ આદમી પાર્ટીના વધતાં વર્ચસ્વથી ભાજપ અને કોંગ્રેસ પરેશાન !!

આમ આદમી પાર્ટીના વધતાં વર્ચસ્વથી ભાજપ અને કોંગ્રેસ પરેશાન !!

By Desk
|
Google Oneindia Gujarati News

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જબરદસ્ત જામેલો જોવા મળી રહ્યો છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ જોર અપનાવી રહી છે. આ કારણે, ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ સર્જાયો છે.

aap gujarat

ગુજરાતમાં સામાન્ય રીતે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રહેતા મુકાબલામાં આમ આદમી પાર્ટી દ્વારા ત્રીજા પક્ષ તરીકે ઝંપલાવતાં રાજકીય સમિકરણ બદલાઇ ગયા છે. આમ આદમી પાર્ટી સામાન્ય રીતે, યુવા અને શહેરી મતદારો પર વધારે પ્રભાવ ફેલાવી રહી છે. ત્યારે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેનું ગ્રાઉન્ડ મજબુત જોવા મળી રહ્યું છે. જે શહેરોમાં ભાજપની મજબુત પકડ જોવા મળતી હતી, ત્યાં હવે ભાજપની વોટબેંકમાં ગાબડું પડી રહ્યું છે. ત્યારે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોંગ્રેસના સ્થાપિત વોટ પર આમ આદમી પાર્ટીએ પગપેસરો કરી દીધો છે.

રાજ્યમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો હોય તેવો માહોલ સર્જાયો છે. આમ આદમી પાર્ટી અને ભાજપ પોતાના હાઇટેક પ્રચાર અને સક્રિય પણે રેલી અને સભાઓ કરીને તેમજ તેમના રાષ્ટ્રીય નેતાઓને મેદાનમાં ઉતારીને ચૂંટણીને રોમાંચક બનાવી દીધી છે. ત્યારે, કોંગ્રેસ હજું સંપુર્ણ પણે સક્રિય જોવા મળી રહી નથી.

સામાન્ય રીતે ભાજપ અને કોંગ્રેસના સ્થાપિત મતો તોડી આમ આદમી પાર્ટી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની પકડ મજબુત બનાવી રહી છે. ત્યારે, ભાજપ અને કોંગ્રેસની ચિંતા વધી ગઇ છે. કોંગ્રેસને નજીક આવતી સત્તા દૂર થવાની ભીતિ છે. તો ભાજપને પણ આમ આદમી પાર્ટીના કારણે સત્તા ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે.

English summary
આમ આદમી પાર્ટીના વધતાં વર્ચસ્વથી ભાજપ અને કોંગ્રેસ પરેશાન !!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X