ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણી ની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ
રાજકોટમાં ભાજપના ઉમેદવારની દાદાગીરી કેદ થઇ સીસીટીવીમાં. જાણો આ ઘટના વિષે વધુ અહીં.
રાજકોટ 68 વિધાનસભાના ઉમેદવાર અરવિંદ રૈયાણીની દંબગગીરી બહાર આવી છે. અને ભાજપના નેતા તરીકે દાદાગીરી કરી તેમણે એક વેપારીને દુકાનમાં ઘુસીને માર માર્યાની ઘટના બની છે. જો કે આ બનાવ સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. આ બનાવની વિગતો એવી છે કે રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી એક શોપમાં શુક્રવારે સવારે રાજકોટ 68 ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણી તેમના માણસો સાથે પહોંચ્યા હતા. અને દુકાનદાર કઇ સમજે તે પહેલા જ એને તમાચા મારવાનું શરૂ કરી દીધુ હતું.

ત્યારબાદ રૈયાણીને માણસે અન્ય એક વ્યક્તિને પણ માર માર્યો હતો. ત્યારબાદ ધમકી આપીને ત્યાંથી રવાના થઇ ગયા હતા. આ બનાવ અંગે સ્થાનિક સુત્રો કહે છે કે નિલેશ નામના વેપારીએ સોસિયલ મીડીયામા એક ક્લીપ મુકી હતી અને જેમાં કોગ્રેસની સરકાર આવશે તેમ કહેવામાં આવ્યું હતું. જેથી આ બાબતે અરવિંદ રૈયાણીએ માર માર્યો હતો. આ અંગે અરવિંદ રૈયાણીને પુછતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. જો કે નવાઇની વાત એ છે કે આ સમયે પોલીસ પણ તેમની સાથે હતી. મતગણતરી સુધી ઉમેદવારોને પોલીસ રક્ષણ આપાયું હોવાના કારણે પોલીસની હાજરીમાં ઘટના થઇ હોવાનું સીસીટીવીમાં બહાર આવ્યું છે.












Click it and Unblock the Notifications
