મોદીને અમારી જરૂર નથી એ પોતે સુપરસ્ટાર છે: પરેશ રાવલ

અમદાવાદ, 11 એપ્રિલ: હાલમાં દેશભરમાં ચૂંટણીનો મહોત્સવ ચાલી રહ્યો છે. દેશભરમાં 7 એપ્રિલથી ચૂંટણીઓ ચાલું થઇ ગયી છે. તેમાં દરેક નેતાઓ એક બીજા પર આરોપ પ્રત્યારોપમાં લાગેલા છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં બોલીવુડનો રંગ પણ છવાયેલો છે. અહીં ખાસ વાત કરવાની છે બોલીવુડના અભિનેતા પરેશ રાવલની જે અમદાવાદ પૂર્વ બેઠકથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. પરેશ રાવલે પોતાના ચૂંટણી વિસ્તારમાં જોરદાર ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. જોકે તેમનું કહેવું છે કે તેઓ કોઇ રૂપિયા લઇને નથી આવ્યા તેઓ કોઇ હોદ્દા માટે ચૂંટણી નથી લડી રહ્યા પરંતુ તેઓ મોદી જે નિશ્વાર્થભાવે કામ કરી રહ્યા છે તેને મદદરૂપ થવામાટે ચૂંટણી લડી રહ્યા છે.

પરેશ રાવલે અમદાવાદ પૂર્વમાં એક સભાને સંબોધી હતી તેમાં તેમણે કોંગ્રેસ પર તીખા કટાક્ષો કર્યા હતા. રાવલે જણાવ્યું હતું કે 'ઘણા લોકોને એવું લાગતું હશે કે આ પરેશ રાવલ બોલીવુડના એક્ટર છે, ભાજપે રૂપિયા આપ્યા હશે એટલે આવી ગયા છે અને ડાયલોગબાજી કરશે, પરંતુ હું તમને કંઇ દઉ સાહેબ! આ કોંગ્રેસવાળા જેમને ઉતારે છે ને જેને સ્નાનસૂતકનો સંબંધ નથી હોતો ગુજરાત સાથે એવા અમે રૂપિયાથી આવેલા ઢીંગલા-ઢીંગલીઓ નથી સાહેબ.'

પરેશ રાવલે વધુમાં જણાવ્યું કે 'અમે આવ્યા છીએ એક પણ રૂપિયો લીધા વગર, નથી મારે તમારો રૂપિયો જોઇતો નથી મારે તમારી ટિકિટ જોઇતી, કે નથી કોઇ હોદ્દો જોઇતો. અમે તો અહીં આવ્યા છીએ એ જોઇને કે આ માણસ(નરેન્દ્ર મોદી) અહીં નિશ્વાર્થભાવે કામ કરી રહ્યો છે. હું 'અમે'માં મારી સાથે અજય દેવગણ, અક્ષય કુમાર, મહાનાયક અમિતાભ બચ્ચનની પણ વાત કરું છું. અમે જો આવ્યા હોઇએ ગુજરાત માટે નિશ્વાર્થભાવે કામ કરનારની પડખે ઊભા રહેવા. ત્યારે મારે કહેવું છે કે અમે ગુજરાત કે ગુજરાતના લોકો પર કોઇ ઉપકાર નથી કરતા. કારણ કે ખરા અર્થમાં મોદીને અમારા જેવા બોલીવુડના સ્ટારની જરૂરત જ નથી, મોદી પોતે જ સુપરસ્ટાર છે સાહેબ.'

તસવીરો જોવા માટે વીડિયોની નીચે ડાઉન કરો..


પરેશ રાવલે એમ પણ જણાવ્યું કે મારી પાસે જેટલાં લોકો આવે છે તે મને એમ કહે છે કે 'યાર પરેશભાઇ તમારા ગુજરાતમાં તો એક સુપરસ્ટાર છે અને તે મોદી. અમે જ્યારે દેશ વિદેશમાં જઇએ છીએ ત્યાં અમને લોકો કહે છે કે તમે નસીબવાળા છો કે તમારી પાસે મોદી છે. એ વખતે કોલર ટાઇટ કરવાનું મન થઇ જાય. દાઢી કરી હોયને તો પણ મૂંછ ફૂટવા લાગે.' અને આવો મોદી જ્યારે નિશ્વાર્થ ભાવે જ્યારે કામ કરતો હોયને તો એક ભારતીય તરીકે મારી માનું દૂધ લાજે. હું એક ગુજરાતી તરીકે નગુણો કહેવાઉ, નપુંસક કહેવાઉ જો તેને(નરેન્દ્ર મોદી) સાથ ના આપું તો.'

પરેશ રાવલે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે 'મોદીના હાથ મજબૂત કરાય પેલા હાથને તો બંગળી પેરાવીને કાયમને માટે મોકલી દો. કારણ કે એ હાથ તમને લૂંટવા માટે સર્જાયા છે તે સમજી લેજો. કોંગ્રેસ પાસે બે હાથ છે.. જો એક હાથ તમારા ખિસ્સામાં છે અને બીજો હાથ તમારા ગળા પર છે. જો પાકિટ મારતા પકડાઇ જશેને તો તે બીજા હાથે તમારું ગળું દબાવી દેશે એવા જલ્લાદ છે આ. મોદીના હાથ તમે જે મજબૂત કર્યા છે તે કોંગ્રેસને દેખાતું નથી એવું નથી પરંતુ તેમનાથી એ જોયું નથી જાતું. તેઓ વિચારે છે કે અમે 60 વર્ષ રાજ કર્યું પણ અમે આવું ના કરી શક્યા અને આ મોદીએ દસ વર્ષની પાપા પગલીમાં આવી કરી બતાવ્યું. તેવું વિચારે છે કોંગ્રેસ.'

પરેશ રાવલે શું કહ્યું વાંચો સ્લાઇડરમાં...

નેતા પરેશ રાવલ

નેતા પરેશ રાવલ

પરેશ રાવલે અમદાવાદ પૂર્વમાં એક સભાને સંબોધી હતી તેમાં તેમણે કોંગ્રેસ પર તીખા કટાક્ષો કર્યા હતા. 'ઘણા લોકોને એવું લાગતું હશે કે આ પરેશ રાવલ બોલીવુડના એક્ટર છે, ભાજપે રૂપિયા આપ્યા હશે એટલે આવી ગયા છે અને ડાયલોગબાજી કરશે,આ કોંગ્રેસવાળા જેમને ઉતારે છે ને જેને સ્નાનસૂતકનો સંબંધ નથી હોતો ગુજરાત સાથે એવા અમે રૂપિયાથી આવેલા ઢીંગલા-ઢીંગલીઓ નથી સાહેબ.'

અમારે નથી જોઇતો હોદ્દો કે રૂપિયા

અમારે નથી જોઇતો હોદ્દો કે રૂપિયા

અમે આવ્યા છીએ એક પણ રૂપિયો લીધા વગર, નથી મારે તમારો રૂપિયો જોઇતો નથી મારે તમારી ટિકિટ જોઇતી, કે નથી કોઇ હોદ્દો જોઇતો. અમે તો અહીં આવ્યા છીએ એ જોઇને કે આ માણસ(નરેન્દ્ર મોદી) અહીં નિશ્વાર્થભાવે કામ કરી રહ્યો છે.

મોદી પોસે સુપરસ્ટાર છે

મોદી પોસે સુપરસ્ટાર છે

ખરા અર્થમાં મોદીને અમારા જેવા બોલીવુડના સ્ટારની જરૂરત જ નથી, મોદી પોતે જ સુપરસ્ટાર છે સાહેબ

ત્યારે અમારા કોલર ટાઇટ થઇ જાય છે

ત્યારે અમારા કોલર ટાઇટ થઇ જાય છે

અમે જ્યારે દેશ વિદેશમાં જઇએ છીએ ત્યાં અમને લોકો કહે છે કે તમે નસીબવાળા છો કે તમારી પાસે મોદી છે. એ વખતે કોલર ટાઇટ કરવાનું મન થઇ જાય. દાઢી કરી હોયને તો પણ મૂંછ ફૂટવા લાગે.'

તો હું એક ગુજરાતી તરીકે નગુણો કહેવાઉ..

તો હું એક ગુજરાતી તરીકે નગુણો કહેવાઉ..

મોદી જ્યારે નિશ્વાર્થ ભાવે જ્યારે કામ કરતો હોયને તો એક ભારતીય તરીકે મારી માનું દૂધ લાજે. હું એક ગુજરાતી તરીકે નગુણો કહેવાઉ, નપુંસક કહેવાઉ જો તેને(નરેન્દ્ર મોદી) સાથ ના આપું તો.

પરેશ રાવલના કોંગ્રેસ પર પ્રહાર

પરેશ રાવલના કોંગ્રેસ પર પ્રહાર

પરેશ રાવલે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે મોદીના હાથ મજબૂત કરાય પેલા હાથને તો બંગળી પેરાવીને કાયમને માટે મોકલી દો. કારણ કે એ હાથ તમને લૂંટવા માટે સર્જાયા છે તે સમજી લેજો.

કોંગ્રેસ જલ્લાદ છે..

કોંગ્રેસ જલ્લાદ છે..

કોંગ્રેસ પાસે બે હાથ છે.. જો એક હાથ તમારા ખિસ્સામાં છે અને બીજો હાથ તમારા ગળા પર છે. જો પાકિટ મારતા પકડાઇ જશેને તો તે બીજા હાથે તમારું ગળું દબાવી દેશે એવા જલ્લાદ છે આ.

મોદી સરકારનો વિકાસ કોંગ્રેસ જોઇ નથી શકતી

મોદી સરકારનો વિકાસ કોંગ્રેસ જોઇ નથી શકતી

મોદીના હાથ તમે જે મજબૂત કર્યા છે તે કોંગ્રેસને દેખાતું નથી એવું નથી પરંતુ તેમનાથી એ જોયું નથી જાતું. તેઓ વિચારે છે કે અમે 60 વર્ષ રાજ કર્યું પણ અમે આવું ના કરી શક્યા અને આ મોદીએ દસ વર્ષની પાપા પગલીમાં આવી કરી બતાવ્યું. તેવું વિચારે છે કોંગ્રેસ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X