For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election: BJPએ જામનગરથી રિવાબાને ઉતાર્યા મેદાને, હાર્દિકને પણ આપી ટિકિટ

ભારતીય જનતા પાર્ટીએ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે ગુજરાત ચૂંટણીમાં 160 બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ગુજરરાતમાં અગ્રણી નામોની જાહેરાત કરવામાં આવી છે તેમાં

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીએ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે ગુજરાત ચૂંટણીમાં 160 બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ગુજરરાતમાં અગ્રણી નામોની જાહેરાત કરવામાં આવી છે તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃત્ય, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા અને હાર્દિક પટેલનો સમાવેશ થાય છે.

Rivabba Jadeja

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવા સોલંકી ભાજપની ટિકિટ પર જામનગર નોર્થથી ચૂંટણી લડશે. બીજી તરફ ભાજપે હાર્દિક પટેલને વિરમગામ વિધાનસભાથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી મજુરા બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃત્યાને મેદાનમાં ઉતાર્યા છે. મોરબી બ્રિજ અકસ્માત સમયે કાંતિલાલ અમૃત્ય લોકોને બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા. મોરબી બ્રિજ અકસ્માતમાં 132 લોકોના મોત થયા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 બે તબક્કામાં યોજાશે. 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

English summary
BJP fielded candidate from Jamnagar to Rivaba, also gave ticket to Hardik Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X