• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત-એમસીડી ચૂંટણીમાં હારના ડરથી ભાજપ અકળાયુઃ આપ ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ

|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યુ કે ગુજરાત-એમસીડી ચૂંટણીમાં હારના ડરથી ભાજપ ખોટી ચિઠ્ઠીઓ લખાવી રહી છે. ગુજરાત-MCD ચૂંટણી પહેલા વડાપ્રધાન કાર્યાલય, ગૃહમંત્રી કાર્યાલય અને તપાસ એજન્સીઓ તેમની વિશ્વસનીયતા નેવે મૂકીને અનેક ખોટા આક્ષેપો કરશે. પંજાબ ચૂંટણી પહેલા ભાજપે કુમાર વિશ્વાસ પાસે બોલાવ્યુ કે અરવિંદ કેજરીવાલ પંજાબને ખાલિસ્તાન બનાવવા માંગે છે. પંજાબના તત્કાલીન મુખ્યમંત્રીના પત્ર પર અમિત શાહે તપાસ કરાવી, ગૃહમંત્રી દેશને જણાવે કે તે તપાસનુ શું થયુ? આ સંબંધિત અરજીને ચીફ જસ્ટિસની ખંડપીઠે ફગાવી દીધી હતી. ભાજપે કહેવાતા એક્સાઇઝ કૌભાંડના તમામ પુરાવા હોવાનો દાવો કર્યો હતો પરંતુ 4 મહિના પછી પણ CBI-EDના હાથ ખાલી છે.

આપ ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યુ કે જેમ ગુજરાત અને દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવશે તેમ અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી તેના જૂના ટ્રેક રેકૉર્ડ મુજબ એ જ વસ્તુઓ કરશે જે તેણે પંજાબ ચૂંટણી પહેલા કરી હતી . પંજાબની ચૂંટણી પહેલા ભાજપ કુમાર વિશ્વાસને લઈને આવી હતી. તેમણે કહ્યુ કે અરવિંદ કેજરીવાલ પંજાબને ભારતથી અલગ કરીને એક નવો દેશ બનાવીને તેના વડાપ્રધાન બનવા માંગે છે. તેમનું નિવેદન પુરુ થયુ કે તરત જ પૂરા પ્લાનિંગ હેઠળ ભાજપના દરેક પ્રવક્તાએ ટીવી પર આવીને કહ્યુ કે અરવિંદ કેજરીવાલ આતંકવાદી છે, ખાલિસ્તાની છે. તેઓ દેશને તોડીને નવો દેશ બનાવવાનુ કામ કરી રહ્યા છે.

'ભાજપે સિખ્સ ફૉર જસ્ટીસ નામના ઑર્ગેનાઈઝશન પાસે ચિઠ્ઠી લખાવી'

સિખ્સ ફૉર જસ્ટિસ નામના એક પ્રો ખાલિસ્તાની સંગઠન તરફથી એક પત્ર લખાવવામાં આવ્યો હતો. આ પત્ર પણ ભાજપના ઈશારે લખવામાં આવે છે. એ પત્ર દિવસભર ટીવી પર પ્રસિદ્ધ થયો. ત્યારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પણ અમિત શાહને વધુ એક પત્ર લખ્યો હતો કે અરવિંદ કેજરીવાલ આતંકવાદી છે. તે એક નવો દેશ બનાવી રહ્યા છે. તેના પર અમિત શાહ તરત જ તપાસ એજન્સીને પત્ર મોકલે છે કે આ ખૂબ જ ગંભીર મામલો છે. અમે દેશને જરાય તૂટવા નહિ દઈએ. આ રીતે અરવિંદ કેજરીવાલને ખાલિસ્તાની બનાવીને સમગ્ર માહોલ સર્જાયો હતો.

'અરવિંદ કેજરીવાલ એક નવો દેશ બનાવી રહ્યા છે, તપાસનુ શું થયુ?'

ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યુ કે આજે હું વડાપ્રધાન અને ગૃહમંત્રી પાસેથી જાણવા માંગુ છુ કે એ મામલાની તપાસનુ શું થયુ? પહેલા તો આને લઈને આખો દિવસ ચર્ચા થઈ રહી હતી કે અરવિંદ કેજરીવાલ નવા દેશનુ નિર્માણ કરી રહ્યા છે. NIA દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી હતી. તેમને ઉગ્રવાદી કહેવામાં આવી રહ્યા હતા. હું આજે કેન્દ્ર સરકાર પાસેથી જાણવા માંગુ છુ કે તે તપાસનુ શું થયુ? દેશને કહો દેશ તમારી પાસેથી જાણવા માંગે છે, તમે ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રી પર આટલો મોટો આરોપ લગાવ્યો, તેનુ શું થયુ? જે બાદ દિલ્લી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબની બેંચે આ અરજીને ફગાવી દીધી હતી. જેમાં કહ્યુ હતુ કે અરવિંદ કેજરીવાલ આતંકવાદી છે, તેની તપાસ થવી જોઈએ. આજે જ્યારે ગુજરાતની ચૂંટણી આવી રહી છે ત્યારે એ જ રીતે ભાજપ ચિઠ્ઠીઓ લખાવી રહી છે.

'મનીષ સિસોદિયાના ઘરમાં તપાસમાં કંઈ ના મળ્યુ'

તેમણે કહ્યુ કે અત્યાર સુધી જે એક્સાઈઝ કૌભાંડ વિશે ભાજપ કહેતી હતી કે તેમની પાસે તમામ પુરાવા છે. મનીષ સિસોદિયાના તમામ પુરાવા ફાઇલોમાં આવી ગયા છે. તેઓએ આ પૈસા ખોટા આપ્યા અને કરોડો રૂપિયા અહીં આપ્યા. તેને ઓપન એન્ડ શટ કેસ કહેવામાં આવતો હતો. આજે તપાસ કર્યાને 4 મહિના થઈ ગયા છે. દેશની સૌથી મોટી એજન્સી CBI અને ED તપાસ કરી રહી છે. આજ સુધી પુરાવાના નામે ભાજપ અને કેન્દ્ર સરકાર 4 મહિના પહેલા જ્યાં ઉભી હતી ત્યાં જ ઉભી છે. મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા, પણ કંઈ મળ્યુ નથી. આખો દિવસ બોલાવીને પૂછપરછ કરવા છતાં કંઈ મળ્યુ ન હતુ. ગામમાં દરોડા પાડવા અને લોકરોની ચકાસણી કરવા છતાં પણ કંઈ મળ્યુ ન હતુ. હવે માત્ર સસ્તી, મનઘડંત, વાર્તાઓની મોસમ આવશે અને કેન્દ્ર સરકાર તેની સંપૂર્ણ વિશ્વસનીયતા નેવે મૂકશે, જેથી ગુજરાત અને દિલ્લીની ચૂંટણીમાં તેનો ફાયદો મળી શકે.

English summary
BJP is frightened due to fear of defeat in Gujarat-MCD elections said Aam Admi Party MLA Saurabh Bhardwaj.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X