હું જનતાનો આભાર માનું છું: જીતુ વાઘાણી

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપએ 99 સીટ સાથે બહુમતી મેળવીને ગુજરાતમાં ફરી એકવાર તેમની સરકાર બનાવશે. ત્યારે એક તરફ મુખ્યમંત્રીના નામની અટકળો ચાલી રહી છે ત્યા બીજી તરફ જીતુ વાઘાણીએ બુધવારે પત્રકાર પરિષદ યોજીને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે કોંગ્રેસ પર નિશાન તાકતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે ચૂંટણીમાં રાજકારણની ઘણી નીચી કક્ષાની વાતો કરી છે. જનતાએ અમારા પર જે વિશ્વાસ મુક્યો છે તે માટે હું આભાર માનું છુ. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે ગુજરાતમાં ચૂંટણી લડ્યા છીએ અને અમારો મુદ્દો વિકાસનો હતો અને એ જ રહેશે. ગુજરાતમાં સતત 6 વખત ભારતીય જનતા પાર્ટીને જીત આપાવવા માટે સૌનો આભારી છુ. એ ઐતિહાસિક સફળતા ગુજરાતની જનતાએ અમને આપી છે. ફરી લોકોએ અમને તેમની સેવા કરવાનો મોકો આપ્યો છે એ બદલ આભાર વ્યક્ત કરુ છું.

Jitu vaghani

રાહુલ ગાંધી અને તેમની પાર્ટીએ જે રીતે ચૂંટણીને ગેરમાર્ગે દોરી તેનુ તેમને ફળ મળ્યુ છે. કોંગ્રેસ પાર્ટીને એક સવાલ કરવો છે કે તેમને માત્ર વિરોધ પક્ષના નેતા બનવું હતું એટલે ચૂંટણી લડી છે? હિમાચાલ પ્રદેશમાં પણ તેઓ પોતાની સત્તા જાળવી શક્યા નથી અને ગુજરાતમાં પણ ભગવો જ લહેરાયો છે. કોંગ્રેસ જ્યાં છે. ત્યા ફરી સત્તામાં નથી આવી શક્તી. રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાર સ્વીકારવાની અને પચાવવાની તૈયારી રાખવી જોઇએ.

English summary
BJP leader jitu vaghni Press Conference address in gandhinagar

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.