ચૂંટણી પંચે લાલકૃષ્ણ અડવાણીનુ નામ વોટર લિસ્ટમાંથી હટાવ્યુ

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીનુ નામ વોટર લિસ્ટમાંથી હટાવી દીધુ છે.

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીનુ નામ વોટર લિસ્ટમાંથી હટાવી દીધુ છે. ચૂંટણી પંચે આની માહિતી આપીને કહ્યુ કે લાલકૃષ્ણ અડવાણીનુ નામ ગુજરાતના અમદાવાદ વોટર લિસ્ટમાંથી હટાવી દીધુ છે. શનિવારે લાલકૃષ્ણ અડવાણીએ દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો ત્યારબાદ તેમનુ નામ ગુજરાતના વોટર લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યુ.

LK Advani

ધ ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ ચૂંટણી પંચના અધિકારીએ કહ્યુ કે તેમનેઆ અંગેની માહિતી નથી કે લાલકૃષ્ણ અડવાણીએ વોટર લિસ્ટમાંથી નામ હટાવવા માટે આવેદન આપ્યુ હતુ કે નહિ પરંતુ અમદાવાદના અપડેટેડ વોટર લિસ્ટમાં તેમનુ નામ હાજર નહોતુ. અડવાણી જમાલપુર-ખાડિયા વિધાનસભા સીટના વોટર છે. તેમના વોટર લિસ્ટમાં અમદાવાદના જૂના ભાજપના કાર્યાલયનુ સરનામુ છે.

દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં મત આપતા પહેલા તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન અમદાવાદ વેસ્ટ લોકસભા ક્ષેત્રમાં મત આપ્યો હતો. લાલકૃષ્ણ અડવાણી ગુજરાતના ગાંધીનગર લોકસભા સીટથી સાંસદ રહ્યા છે. 1998થી તે સતત આ લોકસભા સીટથી સાંસદ રહ્યા છે. વર્ષ 2019માં તેમણે ગૃહમંત્રી અમિત શાહ માટે આ સીટ છોડી દીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X