સૌરાષ્ટ્ર જીતવા ભાજપનો માસ્ટર પ્લાન, પાટીદારોના બદલે આમને આપી રહી છે મહત્વ

રાજ્ય સરકારે પાટીદારોને પક્ષથી વિમુખ થતા જોતા હવે છેલ્લા અમુક સમયથી ભાજપ દ્વારા સૌરાષ્ટ્રમાં ઓબીસી કાર્ડ ખેલવામાં આવી રહ્યુ છે.

પાટીદાર અનામત આંદોલન બાદ સૌરાષ્ટ્રના મોટાભાગના પાટીદાર ભાજપથી દૂર થતા જોવા મળ્યા. રાજ્ય સરકારે તેમને પક્ષથી વિમુખ થતા જોતા હવે છેલ્લા અમુક સમયથી ભાજપ દ્વારા સૌરાષ્ટ્રમાં ઓબીસી કાર્ડ ખેલવામાં આવી રહ્યુ છે. સાથે ક્ષત્રિય સમાજ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. એવામાં ઘણા રાજકીય વિશ્લેષકો માનો છે કે આગામી ચૂંટણીમાં પાટીદારોને કિનારે કરવાની યોજના બનાવવામાં આવી છે.

કુંવરજી બાવળિયાને કેબિનેટ મંત્રી બનાવીને ઓબીસી પક્ષ મજબૂત કર્યો

કુંવરજી બાવળિયાને કેબિનેટ મંત્રી બનાવીને ઓબીસી પક્ષ મજબૂત કર્યો

ગુજરાતમાં પાટીદાર બાદ સૌથી મોટી મતબેંક કોળી સમાજ માનવામાં આવે છે. જસદણના કુંવરજી બાવળિયા માત્ર સમાજમાં અગ્રણી છે એટલુ જ નહિ પરંતુ સમાજમાં તેમનો ઘણો પ્રભાવ પણ છે. જેના કારણે ભાજપ દ્વારા સૌથી પહેલા તેમને પોતાની સાથે શામેલ કરી લેવામાં આવ્યા. ભાજપ સાથે જોડાતા જ તેમને કેબિનેટ મંત્રીપદની જવાબદારી આપીને ભાજપે ઓબીસી મતબેંક પર કબ્જો કરવાનો શરૂ કરી દીધો.

જવાહર ચાવડાને જોડીને આહીર મતબેંક સાધી

જવાહર ચાવડાને જોડીને આહીર મતબેંક સાધી

કોંગ્રેસના દિગ્ગજ નેતા જવાહર ચાવડાને પણ ભાજપે પોતાની સાથે જોડી દીધા. આહીર સમાજના અગ્રણી જવાહર ચાવડાનું પોતાના સમાજ પર સારુ પ્રભુત્વ છે. સાથે જ ચાવડા સૌરાષ્ટ્રની જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને કચ્છની સીટો પર નિર્ણાયક બનવાની તાકાત રાખે છે. ચાવડાના માધ્યમથી ભાજપે આહીર સમાજની મતબેંકને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ભાજપની સફળતા નિશ્ચિત માનવામાં આવી રહી છે.

પાટીદાર ઉમેદવારને હરાવનાર વલ્લભ ધારવિયા પણ જોડાયા

પાટીદાર ઉમેદવારને હરાવનાર વલ્લભ ધારવિયા પણ જોડાયા

જામનગર ગ્રામ્ય સીટ પર કોંગ્રેસ ધારાસભ્ય વલ્લભ ધારવિયા સતવારા સમાજના નેતા છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર નેતા રાઘવજી પટેલને હરાવીને તે જીત્યા હતા. એવામાં તેમને પોતાની સાથે જોડીને ભાજપના જામનગર લોકસભા ચૂંટણી માટે સતવારા સમાજના મતોને પોતાની તરફ ખેંચી લીધા છે. તમને જણાવી દઈએ કે પાટીદાર બાદ સતવારા સમાજની મોટી મતબેંક છે.

કોળી સમાજના દિગ્ગજ પરસોત્તમ સાબરિયા ભાજપમાં આવ્યા

કોળી સમાજના દિગ્ગજ પરસોત્તમ સાબરિયા ભાજપમાં આવ્યા

સુરેન્દ્રનગર અને હળવદ લોકસભા સીટો પર કોળી સમાજનું પ્રભુત્વ છે તેમના સાધવા માટે પરસોત્ત સાબરિયાની કાબેલિયતનો ફાયદો ભાજપે ઉઠાવ્યો. પરસોત્તમને પણ પાર્ટીમાં શામેલ કરી લેવામાં આવ્યા. ઘણા જાણકારો માને છે કે સૌરાષ્ટ્રના કોળી સમાજ માટે કુંવરજી બાવળિયા બાદ પરસોત્તમ સાબરિયા મોટુ નામ છે. ભાજપે તેમને સાથેલઈને સુરેન્દ્રનગર સાથે હળવદ લોકસભા સીટ પર પોતાની જીત લગભગ નિશ્ચિત કરી દીધી છે.

વિધાનસભા 2017ની ચૂંટણી બાદ ઓબીસી કાર્ડ ખેલ્યુ

વિધાનસભા 2017ની ચૂંટણી બાદ ઓબીસી કાર્ડ ખેલ્યુ

આજ સુધી જે ઓબીસી મતબેંક કોંગ્રેસની માનવામાં આવી રહી હતી તે હવે ભાજપે પોતાની તરફ કરવી શરૂ કરી દીધી છે. હાલમાં જ ભાજપ સાથે જોડાયેલા ઉપરોક્ત તમામ નેતા ઓબીસી સમાજના છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પાટીદારોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં પુનરાવર્તન રોકવા માટે ભાજપ દ્વારા આ ઓબીસી કાર્ડ ખેલવામાં આવી રહ્યુ છે.

ઓબીસી સાથે ક્ષત્રિય સમાજને પણ વધુ મહત્વ

ઓબીસી સાથે ક્ષત્રિય સમાજને પણ વધુ મહત્વ

ભાજપ દ્વારા ઓબીસી સાથે જ ક્ષત્રિય સમાજને પણ વધુ મહત્વ આપવામાં આવી રહ્યુ છે. જેના કારણે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને શામેલ કરવામાં આવ્યા છે. સાથે જ હકુભા જાડેજાને રાજ્યકક્ષાના મંત્રી બનાવીને ભાજપે ક્ષત્રિય મતબેંકને પણ પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે. ભાજપનો આ દાવ કચ્છ, સુરેન્દ્રનગર અને જામનગર લોકસભા સીટો પર ઘણો પ્રભાવશાળી થઈ શકે છે.

કોંગ્રેસના અન્ય ઓબીસી નેતા પણ પહેરી શકે છે ભગવો

કોંગ્રેસના અન્ય ઓબીસી નેતા પણ પહેરી શકે છે ભગવો

ભાજપ દ્વારા મિશન-26 હેઠળ સૌરાષ્ટ્રની સાથે ઉત્તર ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. જે હેઠળ ભાજપે પાટીદારોની નારાજગી સામે ઓબીસી મતબેંકને પોતાની તરફ ખેંચવાનો વ્યૂહ બનાવ્યો છે. આવનારા સમયમાં સુરેન્દ્રનગરના ઓબીસી નેતા સહિત અન્ય અમુક ઓબીસી નેતા પર ભાજપની નજર છે. એવામાં આગળ જઈને સૌરાષ્ટ્ર કોંગ્રેસના બીજા અમુક દિગ્ગજ નેતાઓની ભાજપ સાથે જોડાવાની સંભાવનાને નકારી શકાય નહિ. જો કે ભાજપનું મિશન ઓબીસી કેટલુ સફળ થશે તે તો આવનારો સમય જ બતાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X