For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપી-બિહારના લોકો પર હુમલા પાછળ અલ્પેશ અને કોંગ્રેસનો હાથ: ભાજપ

બાળકી સાથે બળાત્કારની ઘટના પછી ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર હુમલાની ઘટનાએ રાજનૈતિક રૂપ ધારણ કરી લીધું છે.

|
Google Oneindia Gujarati News

બાળકી સાથે બળાત્કારની ઘટના પછી ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર હુમલાની ઘટનાએ રાજનૈતિક રૂપ ધારણ કરી લીધું છે. કોંગ્રેસ અને બીજેપી બંને એકબીજા પર આરોપ લગાવી રહી છે. કોંગ્રેસનું નામ લીધા વિના ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ઘટનાની જાંચ ચાલી રહી છે, તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાંક એવા લોકોનું ષડયંત્ર નથી કે તેઓ સત્તાની બહાર બેઠા છે. જયારે કોંગ્રેસ આ હિંસા માટે ભાજપને જવાબદાર ગણાવી રહી છે. આ દરમિયાન ઠાકોર સેનાના મીડિયા સંયોજક રાહુલ પરમારની સાઇબર ક્રાઇમ પોલીસે પાટણથી ધરપકડ કરી છે.

આ પણ વાંચો: ઉત્તર ભારતીયોમાં ભયનો માહોલ, 20 હજાર લોકોના પલાયનનો દાવો

છેલ્લા 72 કલાકમાં કોઈ પણ ગેર-ગુજરાતી પર હુમલો નહીં

છેલ્લા 72 કલાકમાં કોઈ પણ ગેર-ગુજરાતી પર હુમલો નહીં

મંગળવારે આ ઘટના પર પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રદીપ સિંહ જાડેજા ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 72 કાળમાં કોઈ પણ ગેર-ગુજરાતી પર હુમલાની કોઈ પણ ખબર સામે નથી આવી. તેમને જણાવ્યું કે અત્યારસુધીમાં આ મામલે 533 લોકોની હિંસાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. બીજા રાજ્યોથી રોજગાર માટે ગુજરાત આવતા કામદારોની સુરક્ષાની જવાબદારી અમારી છે. તેમને જણાવ્યું કે અમે અત્યારસુધીમાં 35 એફઆઈઆર નોંધી છે.

કોંગ્રેસનું કામ સમાજ વહેંચો, દેશ સળગાવો, રાજનીતિ કરો

કોંગ્રેસનું કામ સમાજ વહેંચો, દેશ સળગાવો, રાજનીતિ કરો

આ મામલે ભાજપા પ્રવક્તા સંબિત પાત્રા ઘ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યા. સંબિત પાત્રા ઘ્વારા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે રીતે કોંગ્રેસ ગુજરાતમાં ષડયંત્ર કરી રહ્યું છે, તે બધાને દેખાઈ રહ્યું છે. તેમને કહ્યું કે કોંગ્રેસની આ નીતિ રહી છે કે સમાજ વહેંચો, દેશ સળગાવો, રાજનીતિ કરો અને પછી ચીસો પાડો. ગુજરાતમાં અલ્પેશ ઠાકોરે હિંસા ભડકાવી, કોંગ્રેસે દેશને વહેંચવાની રાજનીતિ કરી છે. લોકોને પાછળથી ભડકાવવું, આગ લગાવવાની રાજનીતિ, લોકોને તોડવાની રાજનીતિ પાછળ કોંગ્રેસનો મુખ્ય ઉદેશ રાહુલ ગાંધીને લોન્ચ કરવાનો છે.

અલ્પેશ ફક્ત કોંગ્રેસ વિધાયક જ નહીં પરંતુ રાહુલ ગાંધીના પ્રિય પણ છે

અલ્પેશ ફક્ત કોંગ્રેસ વિધાયક જ નહીં પરંતુ રાહુલ ગાંધીના પ્રિય પણ છે

સંબિત પાત્રા ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે અલ્પેશ ફક્ત કોંગ્રેસ વિધાયક જ નહીં પરંતુ રાહુલ ગાંધીના પ્રિય પણ છે. તેમને આગળ કહ્યું કે આ ગાંધી પરિવાર એક એવો પરિવાર છે જે સત્તા માટે કઈ પણ કરી શકે છે. સત્તા માટે તેઓ દેશનું અહિત પણ કરી શકે છે. જો ખરેખર રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી યુપી-બિહારના લોકો માટે ચિંતિત છે તો તેમને તત્કાલ અલ્પેશ ઠાકોરને પાર્ટીથી બહાર કરી દેવો જોઈએ.

English summary
BJP says If Rahul Gandhi is actually worried for Bihar and up then he must immediately expel Alpesh Thakor from congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X