For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર ભારતીયોમાં ભયનો માહોલ, 20 હજાર લોકોના પલાયનનો દાવો

ઉત્તર ભારતીયોમાં ભયનો માહોલ, 20 હજાર લોકોના પલાયનનો દાવો

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં પાછલા કેટલાક દિવસથી ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાને પગલે સૌકોઈને હેરાન કરી દીધા છે. ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને આ હુમલામાં શિકાર બનાવવામાં આવી રહ્યા છે. આ બંને પ્રદેશોના લોકોએ ડરને પગલે ગુજરાત છોડવા માટે મજબૂર કરી દીધા છે. જણાવી દઈએ કે ઢુંઢરમાં 14 માસની બાળકી પર દુષ્કર્મ થાયા બાદ ગુજરાતમાં રહેતા તમામ પરપ્રાંતિયો પરના હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. જેને પગલે પરપ્રાંતિઓ નોકરી છોડીને પોતાના પતન પરત ફરી રહ્યા છે.

450 લોકોની ધરપકડ

450 લોકોની ધરપકડ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે કે પાછલા 48 કલાકમાં કોઈપણ હિંસાની ઘટના થઈ નથી. પરંતુ સીએમનો આ દાવો ફેલ થતો જોવા મળી રહ્યો છે જ્યારે સમાચાર આવ્યા કે અમદાવાદમાં લગભગ 47 ઉત્તર ભારતીયોને બંધક બનાવી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં રહેતા પ્રવાસીઓ પર કરેલ હુમલાને લઈને પોલીસે 35 FIR દાખલ કરી લગભગ 450 લોકોની ધરપકડ કરી લીધી છે.

પરપ્રાંતિયો પરના હુમલા મામલે ભાજપનું ષડયંત્રઃ શક્તિસિંહ ગોહિલ પરપ્રાંતિયો પરના હુમલા મામલે ભાજપનું ષડયંત્રઃ શક્તિસિંહ ગોહિલ

20 હજાર ઉત્તર ભારતીયોએ પલાયન કર્યું

20 હજાર ઉત્તર ભારતીયોએ પલાયન કર્યું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના અધ્યક્ષ મહેશ સિંહ કુશવાહાએ દાવો કર્યો છે કે પાછલા એક અઠવાડિયામાં ગુજરાથી લગભગ 20 હજાર ઉત્તર ભારતીયોએ પલાયન કર્યું છે. ત્યારે બિહારના ખાગરિયામાં સાંસદ પપ્પૂ યાદવે રેલી કાઢીને આ હુમલાની નિંદા કરી. ઉલ્લેખનીય છે કેગુજરાત સાબરકાંઠા જિલ્લામાં 14 મહિનાની બાળકીને બળાત્કારની ઘટના બાદ બિન ગુજરાતીઓ પરના હુમલા શરૂ થઈ ગયા હતા. જે બાદ કેટલાય ક્ષેત્રોમાંથી યૂપી-બિહારના લોકોએ પલાયન શરૂ કરી દીધું છે.

યુપી-બિહારના લોકો પર થઈ રહેલા હુમલા અંગે નીતિશે સીએમ રૂપાણી સાથે કરી વાતયુપી-બિહારના લોકો પર થઈ રહેલા હુમલા અંગે નીતિશે સીએમ રૂપાણી સાથે કરી વાત

બાળકી પર દુષ્કર્મ બાદ બની ઘટના

બાળકી પર દુષ્કર્મ બાદ બની ઘટના

આ હુમલાઓને જોતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના સીએમ નીતિશ કુમારે ગુજરાત સીએમ સાથે વાત કરી અને સુરક્ષાની ખાતરી કરાવી. બંનેએ નિવેદન આપ્યું કે ગુજરાતના મુખ્યમંત્રીએ આકરા પગલાં લેવાનો ભરોસો આપ્યો છે. આ વચ્ચે સોમવારે સાંજ જ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો, જ્યાં કેટલાક લોકો ઉત્તર ભારતીયોને નિશાન બનાવી રહ્યા છે. તંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં વધ્યા યુપી-બિહારના લોકો પર હુમલા, 342 વ્યક્તિઓની ધરપકડગુજરાતમાં વધ્યા યુપી-બિહારના લોકો પર હુમલા, 342 વ્યક્તિઓની ધરપકડ

પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવાયું

પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવાયું

સોમવારે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપ જાડેજાએ કહ્યું કે હજુ સુધી 450થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે અને ફરિયાદોનો તુરંત નિકાલ કરવામાં આવી રહ્યો છે. આ હુમલાઓને કારણે ગુજરાતમાં રહેતા ઉત્તર ભારતીયોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે. સોમવારે વડોદરાથી પરત જઈ રહેલા લોકોને એમનું નામ પૂછી તેમની સાથે મારપીટ કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે.

અલ્પેશ ઠાકોર 11મી ઓક્ટોબરથી ભૂખહડતાલ પર બેસશેઅલ્પેશ ઠાકોર 11મી ઓક્ટોબરથી ભૂખહડતાલ પર બેસશે

English summary
around by 20000 north Indian left gujarat after violent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X