ભાજપની વિનંતી, 14 ડિસે.થી 14 જાન્યુ. દરમિયાન યોજાય ચૂંટણી

Written By:
Subscribe to Oneindia News

ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી પંચને એક મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું છે, જેમાં અનેક માંગો કરવામાં આવી છે. આમાં સૌથી મહત્વની માંગણી છે, આગામી વિધાનસભાની ચૂંટણીની તારીખ અંગે. ભાજપ દ્વારા 14 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી દરમિયાન ચૂંટણી યોજવાની માંગણી કરવામાં આવી છે, કારણ કે આ દરમિયાન કમૂરતાને કારણે હિંદુ લગ્નો નથી થતા. ભાજપ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ એક મહિનાના સમયગાળા દરમિયાન હિંદુઓમાં કોઇ ઉત્સવ હોતો નથી. સાથે જ રાજકીય પક્ષોના અસ્થાયી પ્રચાર કાર્યાલયો અને પોલિંગ સ્ટેશન વચ્ચેનું અંતર ઓછું કરવાની પણ માંગ કરવામાં આવી છે.

bjp

સોમવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપના લીગલ સેલ ઇનચાર્જ પરીન્દુ ભગત અને એડમિનિસ્ટ્રેટિવ ઇનચાર્જ કૌશિક પટેલ તરફથી આ મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હિંદુ ધર્મમાં 14 ડિસેમ્બરથી 14 જાન્યુઆરીનો સમય શુભ કામો માટે સારો નથી મનાતો. આથી આ સમયગાળામાં ચૂંટણી યોજવામાં આવે તો એ સામાન્ય જનતા ઉપરાંત રાજકીય પક્ષો, ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓ માટે પણ ફાયદાકારક રહેશે અને તેઓ વધુ ઉત્સાહથી ચૂંટણીના કામમાં ભાગ લઇ શકશે. ભાજપના આ સૂચન બાદ ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ અંગે ચર્ચા કરવા માટે તમામ પક્ષોના નેતાની બેઠક બોલવવામાં આવશે.

English summary
BJP requested Election commission to hold Gujarat elections during December 14 to January 14.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.