રાજનાથની અધ્યક્ષતામાં ભાજપને થશે ફાયદો: મોદી

નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું છે કે 'રાજનાથ અટલ બિહારી વાજપેયીની સરકારમાં કૃષિમંત્રી રહી ચૂક્યા છે, તેઓ હંમેશા ખેડૂતોના હિતમાં જોડાયેલા રહ્યા છે. ભાજપને તેમનાથી ચોક્કસ ફાયદો થશે.' મંગળવારે નાટકીય ઘટનાક્રમ વચ્ચે ભાજપ અધ્યક્ષ નીતિન ગડકરીએ એવી જાહેરાત કરી દીધી હતી કે તેઓ બીજી વખત પાર્ટીના અધ્યક્ષ નહી બને. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રાજનાથસિંહ હવે તેમનું સ્થાન લેવા જઇ રહ્યા છે.
રાજનાથનું નામ અધ્યક્ષ પદ તરીકે પાર્ટીના અન્ય નેતાઓ અરૂણ જેટલી, વૈકૈંયા નાયડુ, રામ લાલ અને અનંત સિંહની વચ્ચે થયેલી બેઠક બાદ આવ્યું છે. દિલ્હીમાં ભાજપા નેતાઓની બેઠક યોજવામાં આવી હતી દરમિયાન રાજનાથસિંહના નામની જાહેરાત કરવામાં આવી હતી.
આ અવસરે બીજેપીના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ જણાવ્યું કે 'જ્યારે મને લાગ્યું કે મને બદનામ કરીને પાર્ટીને બદનામ કરવાની કશિશ થઇ રહી છે તો હું પાર્ટી અધ્યક્ષ પદ પર નહીં રહું. આ સંબંધમાં લાલકૃષ્ણ આડવાણી, સુષમા સ્વરાજ સાથે વાતચીત કરી. અને આખરે એ નિર્ણય લેવામાં આવ્યો કે 2014ની ચૂંટણીનો ભાર રાજનાથ સિંહ પર સોંપવામાં આવે. અને તેમને જ પાર્ટીના અધ્યક્ષ બનાવવા જોઇએ. રાજનાથસિંહ જે પણ કામ આપશે તેને પૂરી જવાબદારીથી પૂર્ણ કરવાનું વચન આપું છું.'












Click it and Unblock the Notifications
