100 બેઠકોમાં જ સમેટાઇ જશે મોદીની માયા?

જો પોલ સાચા પડશે તો મોદી પીએમ પદની દોડમાં ઘણા આગળ નીકળી જશે. અને જો સટોડિયાઓ સાચા પડશે તો ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાનું પદ સંભાળવું પણ મુશ્કેલ બની જશે.
2007ની વિધાનસભા ચુંટણીમાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપીને 117 બેઠકો મળી હતી. નેશનલ પોલિટિક્સમાં મોદીની કારકિર્દી હવે એ પરિણામ નક્કી કરશે કે તેઓ આ વિધાનસભામાં કેટલી બેઠક હાસલ કરે છે, એટલે કે તેઓ 2007ની સરખામણીએ સારો સ્કોર ખડો કરી શકશે કે નહી.
સૂત્રોના કહેવા પ્રમાણે ગુજરાતમાં આ ચૂંટણી પર 5000 કરોડનો સટ્ટો લાગેલો છે, અમદાવાદના એક બુકીએ જણાવ્યું કે 71 ટકા વોટિંગ થવું એ ખુબ જ મોટી વાત છે. અને એ જ કારણ છે કે મોદીની હારને લઇને વધું અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે.
છ દિવસ પહેલા સટોડિયાઓ બીજેપીની 100 બેઠક મેળવવાને લઇને 100 પૈસા પર 114 પૈસા દાવ પર લગાવી રહ્યા હતા. આજે એટલે કે રિઝલ્ટના એક દિવસ પહેલા 100 પૈસાના બદલે 117 પૈસાનો દાવ ખેલાઇ રહ્યો છે. જોકે આશ્ચર્યજનક બાબત એ છે કે કોંગ્રેસને મળનારી બેઠકોને લઇને સટોડિયાઓમાં કોઇ ખાસ ઉત્સાહ જોવા નથી મળો.












Click it and Unblock the Notifications
