For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના 3850 ગામમાં અંધારપટ, 2 લાખથી વધુ વૃક્ષો ધરાશાયી, ખેડૂતો પરેશાન

ગુજરાતના 3850 ગામમાં અંધારપટ, 2 લાખથી વધુ વૃક્ષો ધરાશાયી, ખેડૂતો પરેશાન

|
Google Oneindia Gujarati News

અરબી સમુદ્રથી ઉઠેલ વાવાઝોડું તૌકતે હવે નિષ્ક્રિય થઈ ગયું છે. સોમવારે અને મંગળવારે બે દિવસ સુધી વાવાઝોડાએ ગુજરાતમાં તબાહી મચાવી. 2 લાખથી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયાં. 20 હજારથી વધુ કાચાં ઘર અસરગ્રસ્ત થયાં. હજારો એકરનો પાક નષ્ટ થઈ ગયો. ખાસ કરીને કેરીનો પાક 75% બરબાદ થઈ ગયો છે. આ ઉપરાંત વીજળી ઠપ થઈ જવાના કારણે રાજ્યના 3850 ગામમાં અંધારપટ છવાયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાના કારણે રાજ્યના 5958 ગામમાં વીજળી પૂરવઠો ખોરવાઈ ગયો હતો.

પ્રભાવિત જિલ્લામાં નુકસાનનું સર્વેક્ષણ

પ્રભાવિત જિલ્લામાં નુકસાનનું સર્વેક્ષણ

રાજ્યના 96 તાલુકામાં વાવાઝોડાને પગલે મુસળધાર વરસાદ થયો. અહેવાલ મુજબ અવરજવર માટે 112 રસ્તા બંધ કરી દેવા પડ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપણીએ આગલા બે દિવસમાં જનજીવન સામાન્ય કરવાને લઈ કામ ચાલશે તેવી ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે બુધવારથી પ્રભાવિત જિલ્લામાં નુકસાનનું સર્વેક્ષણ કરાશે. જેમાં મકાન, પશુપાલન અને મત્સ્યોદ્યોગના નુકસાનનો સર્વે પણ સામેલ છે.

પ્રભાવિત જિલ્લાને આર્થિક મદદ મળશે

પ્રભાવિત જિલ્લાને આર્થિક મદદ મળશે

મુખ્યમંત્રીનું કહેવું છે કે તૌકતે વાવાઝોડાના પૂર્વાનુમાન બાદથી જ સરકારે પગલાં ઉઠાવવાં શરૂ કરી દીધાં હતાં. આ કારણે જાનમાલને વધુ નુકસાન નથી પહોંચ્યું. તેમણે કહ્યું કે વાવાઝોડાથી સર્વેક્ષણ બાદ પ્રભાવિત લોકોને આર્થિક મદદ અપાશે. યુદ્ધ સ્તરે પુનર્વાસ, રાહત કાર્ય શરૂ કરી દેવાશે.

આ જિલ્લા સૌથી વધુ પ્રભાવિત

આ જિલ્લા સૌથી વધુ પ્રભાવિત

ગુજરાતમાં તૌકતેની સૌથી વધુ અસર અમરેલી, ગિરસોમનાથ, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લા પર થઈ છે. સૌરાષ્ટ્રમાં જ સૌથી વધુ મોત થયાં છે. સત્તાવાર રૂપે વાવાઝોડાને કારણે 14 લોકોના મોત થયાં છે.

Cyclone Tauktae બાદ દેશ પર વધુ એક વાવાઝોડાનો ખતરો, જાણો ક્યારે આવશે 'Yaas'?Cyclone Tauktae બાદ દેશ પર વધુ એક વાવાઝોડાનો ખતરો, જાણો ક્યારે આવશે 'Yaas'?

ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

બિન મોસમ વરસાદ અને વાવાઝોડાના કારણે ગુજરાતમાં મગ, ચીકૂ, પપૈયા, કેરી, નારિયેળ જેવા પાકને જબરું નુકસાન થયું છે. રાજ્યનનો 75% કેરીનો પાક નષ્ટ થઈ ગયો છે. ત્યારે આ વખતે કેરીના ભાવમાં પણ વધારો જોવા મળશે.

English summary
Blackout in 3850 villages of Gujarat, more than 2 lakh trees collapsed, mangos destroyed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X