For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેમીને મળવા ગયેલી યુવતીએ અકસ્માત બનતા અપહરણની બનાવટી વાર્તા કહી

બોટાદમાં દલિત યુવતીના વાળ અને હાથના નખ કપાઇ જતા, અપહરણથી લઇને અકસ્માત જેવી અનેક થિયરી સામે આવી હતી. પણ આ કેસમાં હવે નવો વળાંક બહાર આવ્યો છે. જાણો વધુ અહીં.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

બોટાદ જિલ્લાના ગઢડા પાસે આવેલા માંડવધાર ગામમાં રહેતી 22 વર્ષની યુવતીને બુધવારે રાતના સમયે સારવાર માટે વી એસ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. અને જેમાં તેણે પોલીસને આપેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યુ હતુ બુધવારે સવારે 10 વાગે તે બીએડ કોલેજમાં બોટાદ જઇ રહી હતી ત્યારે રસ્તામાં કોઇ વાહન પર ચારથી પાંચ અજાણ્યા શખ્સો આવ્યા હતા. અને તેમણે તેનું અપહરણ કરીને તેના માથાના વાળ ચામડી સાથે કાઢી નાખી હતી અને કાન તેમજ હાથના આંગળા પણ કાપી નાખ્યા હતા. ત્યારબાદ તેને બપોરના સમયે રસ્તા પર ફેંકીને નાસી ગયા હતા. આ સ્ટેટમેન્ટ બાદ પોલીસથી માંડી ગૃહ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

botad girl

જો કે બોટાદ પોલીસને યુવતીની થિયરી પર શંકા જતા તેમણે અલગ અલગ ટીમ કામે લગાડી હતી અને 108 પર કોલ કરનાર યોગેશ નામના યુવકને બોલાવીના પુછપરછ કરતા તેણે ગોળ ગોળ વાત કરી હતી અને પોલીસે તેની આકરી પુછપરછ કરતા યોગેશ ભાંગી પડ્યો હતો અને તેણે સ્વીકાર્યુ હતુ કે તેના અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો. બુધવારે સવારે યુવતી યોગેશને મળવા માટે નજીકના ગામમાં આવેલા યોગેશના ખેતરમાં ગઇ હતી અને ત્યાં તેના માથાના વાળ મશીનમાં ભરાઇ જતા ગંભીર ઇજા થઇ હતી. જેથી ગભરાઇ ગયેલો યોગેશ તેને ઉચકીને ખેતરની બહાર આવ્યો હતો અને વિલાસને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવા માટે 108 પર કોલ કર્યો હતો.

પણ જો કે યોગેશ સાથે જાય તો બંનેના પ્રેમ પ્રકરણનો ભાંડો ફુટી જવાના ડરથી યુવતીએ કહ્યુ હતુ કે તે બધાને કહેશે કે તેને અકસ્માત થતા આ સ્થિતિ થઇ છે. ત્યારબાદ યોગેશ ત્યાંથી રવાના થઇ ગયો હતો અને 108ની એમ્બ્યુલન્સના સ્ટાફને વિલાસે જણાવ્યુ હતુ કે તેનો એક્સીડેન્ટ થયો હતો. અને તેને બોટાદ લઇ જવામાં આવી હતી. બાદમાં તેના માતા પિતા આવી જતા વધુ સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેણે અકસ્માતની વાત કરી હતી. જો કે ભાવનગર ખાતે ન્યુરો સર્જન ન હોવાને કારણે વધુ સારવાર માટે તેને અમદાવાદ વી એસ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

જો કે અહીયા ગુરૂવારે યુવતીએ પોલીસને એવુ સ્ટેટમેન્ટ આપ્યુ હતુ કે કોઇ લોકોએ તેનું અપહરણ કર્યુ હતુ અને તેની સાથે આ કૃત્ય કર્યુ છે. જેથી પોલીસે ગુનો નોંધવાની તૈયારી પણ કરી દીધી હતી. પણ બોટાદ જિલ્લાના પોલીસ વડા સજજ્નસિહં પરમારને સમગ્ર ઘટના અંગે શંકા જતા અસલી બાબત સામે આવી હતી. પોલીસ વડાએ જણાવ્યુ કે અમે હવે ફરિયાદ નોંધવાના બદલે માત્ર યુવતી સાથે બનેલી ઘટનાની જાણવા જોગ નોંધ કરીને તપાસ કરીશુ. સારુ થયુ કે આ મામલે ઝડપથી ખુલાસો થઇ ગયો નહીતર ગુજરાતના કાયદો અને વ્યવસ્થા અંગે મોટા સવાલો ઉભા થાય તેમ હતુ.

English summary
Botad: Girl went to meet boyfriend but family told police a kidnap story?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X