BSFના કચ્છના દરિયાકાંઠેથી બોટ સાથે ત્રણ પાકિસ્તાની માછીમારો ઝડપાયા
BSF દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, માછીમારો સિરક્રીકના ભારતીય સરહદની અંદર હતા. તેમની ઓળખ સૈયદ ગુલામ મુર્તઝા શીર જવાદ અને અકબર અલી અબ્દુલ ગની તરીકે કરવામાં આવી છે.
બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા બુધવારના રોજ ગુજરાતમાં કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાંથી ભારત-પાકિસ્તાન સરહદ નજીક એક અખાત વિસ્તારમાં ત્રણ પાકિસ્તાની માછીમારોને એક બોટ સાથે ઝડપી લીધા છે.

BSFએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, માછીમારો સિરક્રીકના ભારતીય સરહદની અંદર હતા. તેમની ઓળખ સૈયદ ગુલામ મુર્તઝા (65), બશીર જવાદ (60) અને અકબર અલી અબ્દુલ ગની (54) તરીકે કરવામાં આવી છે, જે તમામ કરાચીના રહેવાસી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની માછીમારોએ BSF અધિકારીઓને જણાવ્યું હતું કે, તેઓ અજાણતા સિરક્રીકની ભારતીય બાજુમાં પ્રવેશ્યા હતા. કારણ કે, તેમની બોટનું એન્જિન તૂટી ગયું હતું અને ભારે ભરતી અને ભારે પવનને કારણે બોટ તણાઇ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની માછીમારોની પાસેથી બોટ અને શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી.












Click it and Unblock the Notifications
