For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ કચ્છમાં હરામીનાળા પાસે BSF એ બે માછીમારો સહિત એક બોટ પકડી, સર્ચ ઑપરેશન શરૂ

BSFએ સોમવારે સાંજે ગુજરાતના કચ્છમાં હરામીનાળા પાસે બે પાકિસ્તાની નાગરિકોને માછલી પકડતી બોટ સાથે ધરપકડ કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

BSFએ સોમવારે સાંજે ગુજરાતના કચ્છમાં હરામીનાળા પાસે બે પાકિસ્તાની નાગરિકોને માછલી પકડતી બોટ સાથે ધરપકડ કરી લીધી છે. સુરક્ષાબળોએ પાકિસ્તાની બોટને સીઝ કરી દીધી છે. આ ઘટના બાદ સતર્ક સુરક્ષાબળોએ વિસ્તારમાં સર્ચ ઑપરેશન શરૂ કરી દીધુ છે. હજુ સુધી આ વિસ્તારમાંથી કંઈ પણ મળી આવ્યુ નથી. પકડાયેલા માછીમારોની BSF પૂછપરછ શરૂ કરી રહી છે.

BSF

અધિકારીઓએ જણાવ્યુ કે બીએસએફ જવાનોની એક ટીમ પાકિસ્તાનને લગતી ભારતીય સમુદ્રી સીમા પાસે સિરક્રિક ક્ષેત્રમાં હતા. તેમણે જણાવ્યુ કે પાકિસ્તાની નાગરિકોએ પોતાની બોટ છોડીને ભાગવાની કોશિશ કરી પરંતુ તેમને પકડી લેવામાં આવ્યા. પ્રારંભિક તપાસમાં તે માછીમારો લાગી રહ્યા છે. અધિકારીએ જણાવ્યુ કે હરામીનાળા વિસ્તારમાં જ્યારે બે પાકિસ્તાની નાગરિકોએ પોતાની બોટ છોડીને ભાગવાની કોશિશ કરી તો તેમને પકડી લેવામાં આવ્યા.

તેમણે જણાવ્યુ કે તેમણે સાંજે લગભગ પાંચ વાગે પકડવામાં આવ્યા અને તેમની બોટને જપ્ત કરી લેવામાં આવી. અધિકારીએ જણાવ્યુ કે BSFએ ઘટના બાદ વ્યાપક શોધ અભિયાન ચલાવવામાં આવ્યુ તેમજ કેસની તપાસ કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા જ બીએસએફની ટીમે આ વિસ્તારમાંથી પાકિસ્તાનની પાંચ માછલી પકડતી બોટ જપ્ત કરી હતી.

આ પણ વાંચોઃ Maharashtra & Haryana Election Exit Poll Results 2019: તમામ એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતઆ પણ વાંચોઃ Maharashtra & Haryana Election Exit Poll Results 2019: તમામ એક્ઝિટ પોલમાં ભાજપને બહુમત

English summary
bsf seized 1 fishing boat of Pakistan and apprehended 2 Pakistani fishermen in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X