For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છ નજીકના ખાડી વિસ્તારમાંથી BSFએ જપ્ત કરી નવ પાકિસ્તાની ફિશિંગ બોટ

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ ગુરુવારની સવારે ગુજરાતના કચ્છ જિલ્લા નજીક ભારત-પાક દરિયાઈ સરહદે હરામી નાલા ખાડી વિસ્તારમાં નવ પાકિસ્તાની માછીમારી બોટ જપ્ત કરી હતી. આ અંગે અધિકારીઓએ માહિતી આપી હતી.

|
Google Oneindia Gujarati News

બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ ગુરુવારની સવારે ગુજરાતના કચ્છ જિલ્લા નજીક ભારત-પાક દરિયાઈ સરહદે હરામી નાલા ખાડી વિસ્તારમાં નવ પાકિસ્તાની માછીમારી બોટ જપ્ત કરી હતી. આ અંગે અધિકારીઓએ માહિતી આપી હતી. (તસવીર પ્રતિકાત્મક છે)

Pakistani boat

BSFના અધિકારીએ જણાવ્યું હતું કે, આ બોટના જપ્તી પછી, સુરક્ષા એજન્સીએ પાડોશી દેશની આવી વધુ કોઈ બોટ ભારતીય જળસીમામાં પ્રવેશી છે કે, કેમ તે શોધવા માટે ખાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

BSFના ગુજરાત ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ જી એસ મલિકે જણાવ્યું હતું કે, નિયમિત પેટ્રોલિંગ દરમિયાન BSFના જવાનોએ આ વિસ્તારનો બર્ડ આઇનો નજારો મેળવવા માટે આકાશમાં કેમેરા માઉન્ટેડ UAV છોડ્યું હતું. આવા જ એક UAV મિશન દરમિયાન, અમને હરામી નાલામાં નવ માછીમારી બોટ મળી હતી. બીએસએફની પેટ્રોલિંગ બોટ ઝડપથી સ્થળ પર પહોંચી અને પાકિસ્તાનના માછીમારોની બોટને જપ્ત કરી લીધી હતી.

મલિકે જણાવ્યું હતું કે, અત્યાર સુધી, કોઈ પાકિસ્તાની માછીમારને પકડવામાં આવ્યો નથી. કારણ કે આ બોટ પર સવાર લોકો BSFની હાજરી વિશે જાણ્યા બાદ પાકિસ્તાન તરફ ભાગી ગયા હોય શકે છે. ભારતીય માછીમારોને કચ્છમાં ખાડી વિસ્તારમાં પ્રવેશવા પર પહેલાથી જ પ્રતિબંધિત છે.

મલિકે જણાવ્યું હતું કે, અમે નવ બોટ રિકવર કર્યા બાદ ખાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કારણ કે, અમને શંકા છે કે, ત્યાં કેટલીક વધુ બોટ હોય શકે છે.

સંભવ છે કે, અમે પાકિસ્તાની માછીમારો શોધી શકીએ જેઓ અમારા પાણીમાં ઘૂસણખોરી કરે છે. બોટની રિકવરી બાદ ખાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશનની દેખરેખ રાખવા માટે તેઓ ગાંધીનગરથી કચ્છ પહોંચ્યા છે.

English summary
BSF seizes nine Pakistani fishing boats from Gulf area near Kutch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X