For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના કુશાસનમાં બ્યુરોક્રેશી હાવી થઇ ગઇ છે-અશોક ગેહલોત

ગુજરાતની આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વિજય મેળવશે તેવો આશાવાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતે વ્યક્ત કર્યો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાતની આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વિજય મેળવશે તેવો આશાવાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતે વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ પક્ષની યાત્રાઓ, કાર્યક્રમોથી ગભરાયેલી ભાજપના કેન્દ્રીયમંત્રી, આગેવાનો સહિતના સીનીયર નેતૃત્વના ગુજરાત પ્રવાસ વધી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ પણ વારંવાર ગુજરાત આવવાની ફરજ પડી રહી છે. પ્રધાનમંત્રીએ દેશ માટે વધુ સમય આપવો જોઈએ તેના બદલે ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે વધુ આપી રહ્યાં છે. મોદીજીની જાહેર સભાઓ સરકારી ખર્ચે કરાઈ રહી છે.

ashok gehlot

ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ગામેગામે ફરીને કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આઠ વચનોનું 'જનઅધિકાર પત્ર’ ઘરે ઘરે પહોચાડી રહ્યાં છે. રાજસ્થાનની કોંગ્રેસ સરકારમાં લાગુ કરવામાં આવેલા નિર્ણયો જેવા કે, જુની પેન્શન યોજના, ચિરંજીવી આરોગ્ય યોજના, ઈન્દિરા શહેરી રોજગાર યોજના સહિતની જનલક્ષી યોજનાઓને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા જ લાગુ કરવામાં આવશે. કોરોના કાળ દરમ્યાન રાજસ્થાનના સફળ આરોગ્ય મોડલને કારણે રાજસ્થાનમાં એકપણ વ્યક્તિનું ઓક્સિજન વગર મૃત્યુ થયેલ નહીં જ્યારે બીજી બાજુ કોરોના કાળ દરમ્યાન આરોગ્ય વ્યવસ્થા આપવામાં નિષ્ફળ ભાજપ સરકારે મુખ્યમંત્રી સહિત આખેઆખી સરકાર બદલી દેવાની ફરજ પડી. ગુજરાતમાં ભાજપ સરકારના કુશાસનમાં બ્યુરોક્રશી હાવી થઈ ગઈ છે.

ભાજપની અણઘડ આર્થિક નીતિઓને કારણે વિશ્વ બેંકે ત્રીજી વખત અંદાજિત જીડીપી વૃદ્ધિ દરમાં ઘટાડો કર્યો, દેશના અર્થતંત્રનો પાયો નબળો પડી રહ્યો છે અને આર્થિક કટોકટી વધુ ઘેરી બની છે નબળો રૂપિયો અને ફોરેક્સ રિઝર્વમાંથી $100 બિલિયનનો ઘટાડો, ચાલુ ખાતું-રાજકોષીય ખાધ અને વેપાર ખાધ વધારો છે. લોટ-દૂધ જેવી ચીજવસ્તુઓના ભાવમાં આગ લગાવીને કયા ગરીબને ફાયદો થાય છે? કોરોના કાળ દરમ્યાન ભાજપ સરકારની નિષ્ફળતાઓને કારણે ગરીબીમાં વધારો થયો. ભાજપની ગરીબ વિરોધી નીતિઓને કારણે 5.6 કરોડ ભારતીયો અત્યંત ગરીબીમાં ડૂબી ગયા.બીજીબાજુ વર્લ્ડ હંગર ઈન્ડેક્સમાં 116 દેશોની યાદીમાં ભારત 101માં નંબર પર છે. શું ગરીબોને બે ટાઈમનું ભોજન આપવાનું તમારું કામ નથી? ભારતમાં 135 કરોડ નાગરિકોમાંથી 80 કરોડ લોકોને મફત અનાજ લેવાની ફરજ કેમ પડી. ભાજપના અણઘડ વહિવટ અને નિષ્ફળ નિતીઓનો ભોગ દેશની જનતા બની રહી છે.

English summary
Bureaucracy has become dominant in BJP's misrule - Ashok Gehlot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X