For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામાંથી ખાલી પડેલી 8 સીટ પર પેટાચૂંટણી થશે

ગુજરાતઃ કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામાંથી ખાલી પડેલી 8 સીટ પર પેટાચૂંટણી થશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી બાદ હવે સત્તાધારી ભાજપ અને વપક્ષી દળ કોંગ્રેસે પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 8 સીટ પર પટાચૂંટણી થનાર છે. આ એજ સીટ છે જ્યાં આ વર્ષે કોંગ્રસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા બાદ ખાલી થઇ ગઇ હતી. રાજીનામા બાદ ખાલી થયેલી આ સીટો પર છ મહિનામાં પેટાચૂંટણી કરાવવી જરૂરી છે, માટે ચૂંટણી પંચે આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે જ રાજનૈતિક દળો પણ પોતપોતાની તૈયારીઓમાં લાગી ગયા છે.

ભાજપના કાર્યાલય કમલમમાં મીટિંગ

ભાજપના કાર્યાલય કમલમમાં મીટિંગ

ભાજપે મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સંગઠન મહામંત્રી વી સતીશ વગેરે પાર્ટીની આગેવાનીમાં કોર કમિટીની બેઠક બોલાવી. સોમવારે આ બઠક ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમમાં આયોજિત કરાઇ હતી. જેમાં પેટાચૂંટણીની રણનીતિ માટે ચર્ચા થઇ. જણાવવામાં આવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી, કન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સંગઠન મહામંત્રી વી સતીશ, પ્રદશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત પાર્ટીની કોર કમિટીના અન્ય સભ્યો આ બેઠકમાં સામેલ થયા.

8માંથી 5 ધારાસભ્યો ભાજપમાં જોડાયા

8માંથી 5 ધારાસભ્યો ભાજપમાં જોડાયા

જણાવી દઇએ કે કોંગ્રેસ છોડનાર 8માંથી 5 ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા છે, ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે બાજપ આ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. હવે આ મામલે કોંગ્રેસની તીખી પ્રતિક્રિયા આવી છે. કોંગ્રેસ નતા નિશીત વ્યાસે કહ્યું કે પાર્ટી પતાના રણછોડ નેતાઓની સૂચનાઓ જનતા સુધી પહોંચાડી રહી છે જેથી જનતા પેટાચૂંટણીમાં તેમને સબક શખવી શકે.

કોંગ્રેસ પોતાના ભાગેડૂ નેતાઓને પાઠ ભણાવશે

કોંગ્રેસ પોતાના ભાગેડૂ નેતાઓને પાઠ ભણાવશે

નિશીત વ્યાસે કહ્યું કે, "રાજ્યસભા ચૂંટણી દરમિયાન જ જ્યારે કેટલાય રણછોડ નેતા કોંગ્રેસ છોડીને ચાલ્યા ગયા હતા, તે સમયે જ અમારા નેતાઓની ટીમે તેમના વિધાનસભા ક્ષેત્રમાં જઇ જનતાને તેમની હરકતો વિશે જણાવી ચૂકી છે. હવે અમે આશ્વસ્ત છીએ કે ગુજરાતની જનતા બીજીવાર મોકો નહિ આપે. કોંગ્રેસ આ ચૂંટણીમાં પાર્ટી માટે સમર્પિત નેતાઓ અને કાર્યકર્તાઓને જ પ્રાથમિકતા આપશે. પેટાચૂંટણીમાં આવા નેતાઓને જ ટિકિટ આપવામાં આવશે."

હજી વિપક્ષી દળની કોર કમિટીની બઠક નથી થઇ

હજી વિપક્ષી દળની કોર કમિટીની બઠક નથી થઇ

નિશીત વ્યાસે માન્યું કે કોંગ્રેસમાં પેટાચૂંટણીની રણનીતિને લઇ બેઠક નથી થઇ, પરંતુ પાર્ટી પોતાના નેતા અને કાર્યકર્તાઓએ જે સંદેશો પહોંચાડવો છે તેના પર પહેલેથી જ કામ કરી રહી છે. જથી માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2020માં પેટાચૂંટણી થશે.

અગાઉ 6 સીટ પર પેટાચૂંટણી થઇ હતી

અગાઉ 6 સીટ પર પેટાચૂંટણી થઇ હતી

માર્ચથી જૂન દરમિયાન ખાલી થયેલ આઠ સીટ પર પેટાચૂંટણી થનાર છે. જણાવી દઇએ કે 5 ધારાસભ્યોએ મા્ચ મહિનામાં રાજીનામાં આપ્યાં હતાં અને 3 ધારાસભ્યોએ જૂન મહિનામાં રાજીનામાં આપ્યાં હતાં. ગુજરાતમાં અગાઉ 6 સીટ પર પેટાચૂંટણી થઇ હતી.

અમદાવાદમાં કોરોના સંક્રમિતનો આંકડો 20 હજારને પાર, વાયરસ 1423 લોકોના જીવ ભરખી ગયોઅમદાવાદમાં કોરોના સંક્રમિતનો આંકડો 20 હજારને પાર, વાયરસ 1423 લોકોના જીવ ભરખી ગયો

English summary
by-elections will be held on 8 vacant assembly seats in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X