For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી કેબિનેટમાં મનસુખ માંડવિયા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો)

મોદી કેબિનેટમાં મનસુખ માંડવિયા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો)

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ 2016માં મનસુખ લક્ષ્મણભાઈ માંડવિયા રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે, શિપિંગ, કેમિકલ અને ફર્ટિલાઈઝર ગુજરાત રાજ્યના મહાસચિવ તેમજ ભાજપના કેન્દ્રીય પ્રધાન નિમવામાં આવ્યા હતા. 2019માં પણ મોદીના કેબિનેટમાં રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવ્યા છે. તેઓ ગુજરાત રાજ્યસભાના સભ્ય છે. તે ભાવનગર જિલ્લાના પાલિતાણાના ગુજારાના રહેવાસી છે. મધ્યમ વર્ગના ખેડૂત પરિવારમાં જન્મેલા મનસુખ માંડવિયાનો જન્મ ભાવનગરના પાલિતાણા તાલુકામાં હનોલ નામના ગામમાં થયો છે. તેમણે સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યુ. તેઓ રાજકીય વિજ્ઞાન સાથે એમ.એની ડિગ્રી ધરાવે છે.

mansukh mandaviya

રાજકારણમાં તેઓ યુવાનીથી જ સક્રિય હતા. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય બન્યા હતા. ત્યારબાદ તે એબીવીપી, ગુજરાત એકમની રાજ્ય કાર્યકારી સમિતિમાં આવ્યા. તેમને બાદમાં પાલિતાણા યુવા મોરચા અને પછી ભાજપ એકમના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ 28 વર્ષની ઉંમરે પાલિતાણા મતદાર ક્ષેત્રમાંથી લડ્યા અને ગુજરાતના સૌથી નાના ધારાસભ્ય બન્યા. વર્ષ 2005 અને 2007માં તેમણે કન્યા શિક્ષણ તેમજ બેટી બચાવો, બેટી પઢાવો અને ખરાબ આદતો છોડી દો માટે 123 અને 127 કિમી લાંબી પદયાત્રાઓ ગોઠવી. 2011માં તેઓ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના ચેરમેન બન્યા. 2012માં તેઓ ગુજરાત રાજ્યસભામાં ચૂંટાયા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ઘણા મહત્વના પ્રશ્રો ઉઠાવ્યા. તેઓ 2013માં રાજ્ય એકમના ભાજપના સચિવ બન્યા હતા અને 2014માં જનરલ સેક્રેટરી બન્યા હતા.

તેમને યુનાઈટેડ જનરલ અસેમ્બલીમાં સંબોધન કરવા બદલ સમ્માન મળ્યુ હતુ. ઘાના, નામીમ્બીયા અને કોટ ડીઆવોરની મુલાકાત માટેના રાષ્ટ્રપતિના પ્રતિનિધિ મંડળનો એક ભાગ હતા. તેમણે બ્રાઝિલ અને આર્જેન્ટિનાની પણ મુલાકાત લીધી હતી. આર્જેન્ટિનામાં 17 એપ્રિલ, 2017ના રોજ બ્યુનોસ એરેસમાં કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, એનર્જી અને ફાર્મા ક્ષેત્રે દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવાના પ્રોડક્શનના વાઈસ મિનિસ્ટર સાથે તેમણે મુલાકત કરી હતી. તેમણે સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાસ્ટિક એન્જિનિયરીંગ સાથે વિદ્યાર્થી વિનિમય, શિક્ષણશાસ્ત્ર, સંશોધન અને પોલિમરિક સામગ્રીઓના વિકાસ ક્ષેત્રોમાં સહયોગ શરૂ કરવા માટે આર્જેન્ટિનામાં ટેકનોલોજી (સીઆઈપીઈટી) અને બ્યુનોસ એર્સ યુનિવર્સિટી (યુબીએ) સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. બ્રાઝિલમાં તેમણે શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓમાં દ્વિપક્ષી સહકાર માટે સાઓ પાઉલો સ્ટેટ યુનિવર્સિટી, બ્રાઝિલના સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ઑફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (સીઆઈપીઈટી) અને યુનિવર્સિડેડ એસ્ટાડ્યુઅલ પોલીસ્ટા વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા.

જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે શપથ ગ્રહણ સમારંભમાં તમે સાઈકલ પર જશો ત્યારે તેમણે જવાબ આપ્યો કે મારા માટે સાઈકલ પર જવુ એ ફેશન નથી પરંતુ મારુ પેશન છે. હું હંમેશા પાર્લામેન્ટમાં સાઈકલ પર જ ગયો છુ. તે ઈકો ફ્રેન્ડલી છે, બળતણ બચાવે છે અને તમને શારીરિક રીતે તંદુરસ્ત પણ રાખે છે.

મોદીની નવી ખોજ એસ જયશંકરે શપથ લીધા, ભારતને બનાવશે ગ્લોબલ લીડરમોદીની નવી ખોજ એસ જયશંકરે શપથ લીધા, ભારતને બનાવશે ગ્લોબલ લીડર

English summary
cabinet ministers of 2019: Mansukh Mandaviya, Minister of State (Independent Charge)
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X