For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેગને વધુ સત્તા આપવી જોઇએ : જસ્ટિસ સુરેશ

|
Google Oneindia Gujarati News

justice shosbet suresh
અમદાવાદ, 7 ઑક્ટોબર : બોમ્બે હાઇકોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ હોસબેટ સુરેશે તમામ સંવૈધાનિક સંસ્થાઓ અને વૈધાનિક સત્તામંડળો જેવા કે કેગ અને તપાસ પંચની સત્તા વધારવાની તરફેણ કરી છે.

ન્યાયમૂર્તિ સુરેશે જણાવ્યું કે "કેગ અને તપાસ પંચ જેવી વૈધાનિક સંસ્થાઓને સિફારિશ કરવા સિવાયના વધારે અધિકારો હોવા જોઇએ. તેમની ભલામણો સરકાર માટે બાધ્ય હોવી જોઇએ. આવી સંસ્થાઓને ભૂલ કરનારી સરકારો અને તેમના વિભાગો પર કાર્યવાહી કરવાની સત્તા પણ હોવી જોઇએ."

આજે પીયુસીએલ ગુજરાત તરફથી પ્રકાશિત પુસ્તક 'ગુજરાત કેગ રિપોર્ટ : અ પબ્લિક હિયરિંગ ઓફ ડિસ્કશન'ના વિમોચન પ્રસંગે બોલતા જણાવ્યું કે " છેલ્લા ઘણા વર્ષોથી સરકારો કેગના રિપોર્ટ અંગે જેવું વલણ અપનાવી રહી છે તે જોતાં સંવૈધાનિક અને વૈધાનિક સંસ્થાઓને વધારે શક્તિ અને સત્તા આપવાનું જરૂરી બન્યું છે."

આ પુસ્તકમાં રાજ્યની કેગ રિપોર્ટ પર જૂન 2012માં થયેલી જન સુનવણી દરમિયાન આવેલા 150થી વધારે સૂચનો અને વિચારોનું સંકલન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તેમણે એમ પણ જણાવ્યું હતું કે કેન્દ્ર કે કોઇ પણ રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલા પંચે નિર્ધારિત કરેલી સમયમર્યાદામાં પોતાનો રિપોર્ટ આપવો જોઇએ.

English summary
Justice Hosbet Suresh, the retired Bombay High Court Judge, has advocated for giving more power to all the constitutional and statutory bodies like CAG and inquiry commissions.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X