રાજ્યના પાટનગરમાં ચારથી વધુ લોકોને ભેગા ન થવા કરાયો આદેશ... લાગુ કરાઇ કલમ 144
ગુજરાતમાં કોરોના વાયરસના દહેશતના પગલે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના વાયરસના દહેશતના પગલે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. રાજ્યની રાજધાની ગાંધીનગરમાંથી એક કેસ કોરોના પોઝિટીવ મળી આવતાં તંત્ર દોડતું થયું છે. વિદેશથી પરત આવેલ એક યુવકને કોરોનાનાં લક્ષણો મળી આવતાં શહેરમાં 144 લાગુ કરવામાં આવી છે.

નોવેલ કોરોના વાયરસને ફેલતો અટકાવવાના ભાગરૂપે જિલ્લા કલેકટર દ્વારા કલેકટર કચેરી સહિત તાલુકા કક્ષાના જન સેવા કેન્દ્ર, ઇ-ધરા કેન્દ્ર, સબરજિસ્ટ્રાર કચેરી, આધાર કેન્દ્ર જેવા ભારે લોક ધસારો રહેતા સેવા કેન્દ્રોના કાર્યો હંગામી ધોરણે બંધ કરવા આદેશ કર્યો છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં વધુ પ્રમાણમાં એકઠા થતાં મોલ અને રેસ્ટોરન્ટને બંધ રાખવાનો આદેશ પણ કર્યો છે. રેસ્ટોરન્ટમાં અગાઉથી બુકીંગ કરાવનારને માત્ર તેમનું ફૂડ પાર્સલ અને પેકિંગને હોમ ડિલિવરી કરી શકશે. પરંતુ રેસ્ટોરન્ટ અને હોટલમાં બેસીને જમણવાર કે નાસ્તો કરાવવાની સુવિધા આપી શકાશે નહી. તે ઉપરાંત ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓને કોરોના વાયરસના કારણે કોઇ ધાર્મિક સભા કે અન્ય પ્રસંગોનું આયોજન ન કરવા પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
વાયરસના ભયમાં લોકોનું જનજીવન ખોરવાઇ ન જાય તે માટે કિરાણા સ્ટોર્સ જેવી જીવન જરૂરિયાતવાળી દુકાનો ખુલ્લી રાખી શકાશે. તેમજ રેશનકાર્ડની દુકાનમાંથી અગામી માસનો અનાજ અને અન્ય ચીજ વસ્તુઓનો જથ્થો એડવાન્સમાં આપી દેવાનું પણ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે દવાની દુકાનો ખુલ્લી રાખવાની છુટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે. એક જગ્યાએ 4થી વધુ લોકોને એકઠા ન થવા આદેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં પાન-ગલ્લાં, શોપિંગ સેન્ટર અને મલ્ટિપ્લેક્ષ આ તમામ જગ્યાઓ બંધ કરી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
