અમિત જેઠવા મર્ડરમાં સીબીઆઇએ કેસ દાખલ કર્યો

ગુજરાતના આરટીઆઇ એક્ટિવિસ્ટ અને પર્યાવરણ પ્રેમી અમિત જેઠવાની હત્યા 20 જુલાઇ, 2010ના રોજ અમદાવાદ ખાતે આવેલી ગુજરાત હાઇકોર્ટની સામે જ રાતના સમયે કરવામાં આવી હતી. હત્યા સંદર્ભમાં ગુજરાત ભાજપના સાંસદ દીનુ બોધા સોલંકીને પણ શંકાના ધોરણે આરોપી ગણવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસે તેમને ક્લીનચીટ આપતા આ કેસની યોગ્ય તપાસ થાય તે માટે કેસ સીબીઆઇને સોંપવાની માંગણી કરવામાં આવી હતી.
અમિત જેઠવાએ આરટીઆઇ કાયદા હેઠળ જૂનાગઢના જંગલોમાં ગેરકાયદેસર ચાલતી ખાણો અંગે માહિતી માંગી હતી. જેના કારણે દેશનું ધ્યાન તેમના તરફ ખેંચાયું હતું. આ કારણે તેમના જીવ સામે જોખમ ઉભું થયું હતું. હત્યા બાદ તેમના પિતા ભીખુભાઇ જેઠવાએ સીબીઆઇને જણાવ્યું હતું કે તેમના પુત્રની હત્યામાં દીનુ બોઘા સોલંકીનો હાથ છે.












Click it and Unblock the Notifications
